ગાંધીધામ, તા. 17 : રાપરમાં પોલીસે આશ્ચર્યજનક
તપાસ કરી જુદા-જુદા કેસ કરવામાં આવ્યા હતા. રાપર પોલીસે ગઈકાલે જુદી-જુદી જગ્યાએ આશ્ચર્યજનક
તપાસ હાથ ધરી હતી જેમાં દારૂના 14, જાહેરનામા
ભંગના ચાર, જી.પી. એક્ટ 135ના બેન,
બુટલેગરો પર નિલ રેઈડ 46, એમ.પી.એક્ટ
207ના 10, એમ.વી. એક્ટ એન.સી.ના 42, સ્થળદંડ 11000, એમ.સી.આર. 78 તપાસાયા હતા. લીસ્ટેડ પ્રોદી
બુટલેગર 74 તપાસાયા હતા. જાણીતા 25 જુગારી, અસામાજિક 210 તત્વોને તપાસાયા હતા. 210 વાહનો તપાસ કરાયા હતા. 8 હોટેલ, ઢાબાની તપાસ કરાઈ હતી. નાના ધંધાર્થીઓને
તપાસતી પોલીસ મોટા બુટલેગરોને ત્યાં જતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.