ગાંધીધામ, તા. 17 : ભચાઉ તાલુકાના કુંભારડી ગામમાં
બાવળની ઝાડીમાં દારૂ વેચતા શખ્સને પકડી પાડી તેની પાસેથી રૂા. 48,410નો શરાબ જપ્ત કરવામાં આવ્યો
હતો. કુંભારડીમાં પોસ્ટ ઓફિસની પાછળ એરટેલ કંપનીના ટાવર નજીક બાવળની ઝાડીમાં દારૂ વેચાતો
હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ગઈકાલે રાત્રે કાર્યવાહી કરી હતી. બાવળની ઝાડીમાં
દારૂ વેચતા ગામના સહદેવસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા નામના શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો.
આ શખ્સ પાસેથી 8 પી.એમ. 750 મિલિની 34 બોટલ, રોયલ ચેલેન્જ 180 મિલિના 48 ક્વાર્ટરિયા, મિડનાઈટ જામુન
વોડકા 180 મિલિના 81 ક્વાર્ટરિયા, અંકલ ટોમ ગ્રીન
એપલના 48 ક્વાર્ટરિયા એમ કુલ રૂા.
48,410નો શરાબ જપ્ત કરવામાં આવ્યો
હતો. તેને આ દારૂ વોંધનો સલીમ નામનો શખ્સ આપી ગયો હતો. પકડાયેલો આ શખ્સ કોના માટે દારૂ
વેચતો હતો તે બહાર આવ્યું નથી. જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.