• બુધવાર, 22 મે, 2024

અંતરજાળમાં ઘરમાં ઘૂસી ધારાશાત્રી ઉપર હુમલો : અસ્થિભંગની ઈજા

ગાંધીધામ, તા. 18 : તાલુકાના અંતરજાળમાં રોયલ શિયા સોસાયટીમાં એક શખ્સે ઘરમાં ઘૂસી ધારાશાત્રી ઉપર ડમ્બલ્સની પાઇપ વડે હુમલો કર્યો હતો. મારામારીના આ બનાવમાં ધારાશાત્રીના બંને પગમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. અંતરજાળની રોયલ શિયા સોસાયટીના મકાન નંબર 38માં રહેનાર ધારાશાત્રી દિનેશ શિવજી મહેશ્વરી ગઇકાલે બપોરે પોતાના ઘરે હતા ત્યારે આરોપી રવિરાજસિંહ રાણા તેમના ઘરમાં ઘૂસી ગયો હતો અને વારંવાર મને સમજાવવા કેમ આવે છે. ધારાશાત્રી એવા ફરિયાદીને જાતિ અપમાનિત કરી ફરિયાદીના પગ ઉપર પગ રાખી બાજુમાં પડેલ ડમ્બલ્સની ?પાઇપ ઉપાડી ફરિયાદીના બંને પગ ઉપર હુમલો કર્યો હતો અને બાદમાં આરોપી ત્યાંથી જતો રહ્યો હતો તેવામાં થોડીવાર બાદ બીજા બે અજાણ્યા શખ્સ તેમના ઘરમાં ઘૂસી ફરિયાદીને માર મારી જાતિ અપમાનિત કરી ત્યાંથી નાસી ગયા હતા. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang