• મંગળવાર, 25 જૂન, 2024

કોટડા-સણોસરા માર્ગની વાડી પરથી મોટર-વાયરની ઉઠાંતરી

ભુજ, તા. 18 : તાલુકાના કોટડા-સણોસરા માર્ગ પરની વાડી ઉપરથી ઇલેક્ટ્રીક મોટર અને વાયર કિં. રૂા. 10,500ના મુદ્દામાલની ચોરી થતાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે પદ્ધર પોલીસ મથકે નવીનભાઇ દેવશીભાઇ માકાણી (પટેલ)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની કોટડા-સણોસરા રોડ પર કૈલાસનગરની બાજુમાં આવેલી વાડી ઉપરથી ગત તા. 13/9થી આજ સુધી કોઇ અજાણ્યો ચોર લુબી કંપનીની મોનોબ્લોક મોટર કિં. રૂા. 8000 તથા બોરથી મોટર સુધીનો 30 મીટર વાયર કિં. રૂા. 2500 એમ કુલે રૂા. 10,500નો મુદ્દામાલ ચોરી કરી લઇ ગયો છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang