• બુધવાર, 22 મે, 2024

મુંબઇમાં માર્ગ અકસ્માતમાં ભુજના આશાસ્પદ યુવાનનું મોત

ભુજ, તા. 18 : શહેરના 37 વર્ષીય આશાસ્પદ યુવાન કમલેશ જયંતીલાલ સિંધલનું બે દિવસ પૂર્વે મુંબઇના વડાલા રોડ પર અકસ્માતમાં કમકમાટીભર્યું મોત થતાં અહીં તેના પરિવાર પર આભ તૂટી પડયું હતું. આ અકસ્માત અંગે પ્રાપ્ત થયેલી વિગતો મુજબ શહેરના કોડકી રોડ પર રહેતો કમલેશ છેલ્લા નવેક વર્ષથી મુંબઇમાં ટ્રાન્સપોર્ટ પેઢીમાં નોકરી કરી રહ્યો હતો અને ત્યાં એકલો રહેતો હતો. 16/9ના અડધી રાતે એક્સેસ મોપેડ લઇને તેનો મિત્ર મહેન્દ્ર પાનબર અને તેની પાછળ કમલેશ બેસીને મુલુંડથી સાયન જઇ રહ્યા હતા ત્યારે રાત્રે 2.30 વાગ્યાના અરસામાં વડાલા રોડ પર શાંતિનગર પાસે તેઓની મોપેડ સ્લીપ થતાં ચાલક મહેન્દ્ર રોડની ખાલી સાઇડ બાજુ જ્યારે કમલેશ રોડ સાઇડ પર પટકાયો હતો અને તે જ સમયે યમદૂત સમાન 50 ટનનું ભારેખમ ટ્રોલર કમલેશ પર ફરીવળતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ કરુણ ઘટનાની વિગતો પરિવાર સુધી પહોંચતાં આભ તૂટી પડયું હતું અને આજે તેનો પાર્થિવદેહ ભુજ આવી પહોંચતાં કરુણ દ્રશ્યો સર્જાયાં હતાં. રાજપૂત સમાજ અગ્રણીઓએ પરિવારને સાંત્વના આપી તેની અંતિમયાત્રામાં જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang