• રવિવાર, 12 એપ્રિલ, 2026

ચેક પરતના કેસમાં આરોપીને એક વર્ષની સજા

ભુજ, તા. 11 : ચેક પરત ફરવાના કેસમાં વી. ફોર યુ. ઈમ્પેક્સ કંપનીના પ્રોપરાઈટર આનંદ જોષીને એક વર્ષની કેદ અને રૂા. 10 લાખના દંડની સજાનો હુકમ કોર્ટે કર્યો છે.  ફરિયાદી હરજી કરશન ગોરસિયાએ વી. ફોર. યુ. ઈમ્પેક્સના પ્રોપરાઈટરને સેંટ્રિંગનો માલસામાન ભાડે લીધેલ, જેના ભાડાની રકમ પેટે આરોપીએ લખી આપેલો ચેક પરત ફરતાં ફરિયાદ દાખલ થઈ હતી,જે કેસ જ્યુ. મેજિ. બી. એન. ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતાં આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સજા તથા રૂા. 10 લાખનો દંડ ફટકાર્યો હતો. આરોપી વિરુદ્ધ સજા વોરન્ટ ઈસ્યુ કર્યું હતું. ફરિયાદીના વકીલ તરીકે દેવાયત એન. બારોટ, ખીમરાજ ગઢવી સાથે ઉમૈર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી, અંકિત ભાનુશાલી હાજર રહ્યા હતા. 

Panchang

dd