• રવિવાર, 12 એપ્રિલ, 2026

સામખિયાળીમાં ટ્રોલી બેગમાં શરાબની બોટલો સાથે શખ્સ જબ્બે

ગાંધીધામ, તા. 11 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં શરાબના જથ્થા સાથે કિડાણાનો શખ્સ ઝડપાયો હતો. પોલીસ સૂત્રો  પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે પોલીસે  આજે સવારે 8.10 વાગ્યાના અરસામાં કાર્યવાહી કરી હતી. આરોપી અહમદખાન જમાલખાન મોહમદ ટ્રોલી બેગ સાથે પસાર થતાં તેને રોકીને તપાસ કરાઈ હતી. બેગમાંથી 33 હજારની કિંમતની શરાબની બોટલો મળી આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. - આદિપુરમાં જુગાર રમતા બે શખ્સને પોલીસે પાંજરે પૂર્યા  : ગાંધીધામ, તા. 11 : આદિપુરમાં જુગાર રમતા બે શખ્સને પોલીસે પાંજરે પૂર્યા હતા.  પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે પોલીસે ગત  સાંજના જીઆઈડીસી હનુમાન મંદિર પાસે કાર્યવાહી કરી હતી. આરોપીઓ ધનજી મેપાભાઈ પ્રજાપતિ અને કાલુ ગણેશ ચમારને પોલીસે ઝડપી પાડયા હતા. આરોપીઓના કબજામાંથી રૂા.1040 રોકડા કબજે કરાયા હતા. - કપુરાશીમાં કરિયાણાની દુકાનમાંથી તસ્કરી : ભુજ, તા. 11: લખપત તાલુકાના કપુરાશીમાં કરિયાણાની દુકાનમાંથી ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. આજે નારાયણ સરોવર પોલીસ મથકે, કપુરાશીમાં રહેતા રાજદાન ગઢવીએ નોંધાવેલી ફરિયાદ મુજબ કપુરાશીમાં તેની કરિયાણાની દુકાનમાંથી ગત તા. 8/4ના રાતથી બીજા દિવસની સવાર સુધી કોઈ અજાણ્યા ચોર ઈસમે દુકાનના છાપરા તોડી દુકાનમાં ઘૂસી રાશનની વિવિધ વસ્તુઓ તથા ગલ્વામાંના પરચુરણ સિક્કા એમ 18 હજારના મુદામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd