• રવિવાર, 12 એપ્રિલ, 2026

રતનાલના યુવાન પાસેથી પઠાણી ઉઘરાણીની ફરિયાદ

ગાંધીધામ, તા. 9  : અંજારનાં રતનાલમાં રહેતા યુવાનને ઊંચા વ્યાજે પૈસા આપી રકમ મેળવી વધુની માંગ કરી તથા ચેક બાઉન્સ કરવાની વાતે મારી નાખવાની ધમકી આપનારા સામે ગુનો દર્જ થયો હતો. રતનાલમાં રહેનારા ફરિયાદી માદેવા રામુ રબારીની પત્ની એકાદ વર્ષ પહેલાં ગર્ભવતી હોવાથી તેને રૂપિયાની જરૂરત પડતાં તે વરસામેડી ફાટક સંઘવી હાઉસ ખાતે રહેનારા હિતેશ અંબારામ ખાંડેકા (રાજગોર) પાસેથી 10 ટકાના વ્યાજે રૂા. ત્રણ લાખ લીધા હતા, જેની અવેજીમાં ચાર કોરા ચેક મેળવી આ શખ્સે ફરિયાદીને રૂા. 2,70,000 વ્યાજ કાપીને આપ્યા હતા. વ્યાજ, રકમ સહિત ફરિયાદીએ રૂા. 4,32,990 ભરી નાખ્યા હોવા છતાં આ શખ્સે વધુ રકમની માંગ કરી, ચેક બાઉન્સ કરાવવાની તેમજ મારી નાખવાની ધમકી આપતો હતો. પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ   ધરી છે. 

Panchang

dd