• રવિવાર, 12 એપ્રિલ, 2026

હરિપરમાં આંગણાના પાણીના ટાંકામાં ડૂબી જતાં કિશોરનું મોત

ભુજ, તા. 9 : શહેરની ભાગોળે આવેલા હરિપર ગામમાં ઘરના આંગણાના પાણીના ટાંકામાં 13 વર્ષીય સગીર મયૂર ખેંગારભાઈ ભરવાડ ડૂબી જતાં તેનું મૃત્યુ થયું હતું. ગઈકાલે સાંજે બનેલા આ બનાવમાં મયૂર તેના ઘરના આંગણાના પાણીના ટાંકામાં ડૂબી જતાં તેને ટાંકામાંથી બહાર કાઢી તેના પિતા ખેંગારભાઈ દેવાભાઈ ભરવાડ તેને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસચોકીમાં લખાવી હતી. 

Panchang

dd