• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

ભુજ, મુંદરા, અંજારમાં ખનિજ તંત્રનો સપાટો, 4 દિ'માં 2.85 કરોડનો માલ જપ્ત

મુંદરા, તા. 24 : કચ્છમાં ખનિજચોરીની વધતી ફરિયાદો અને હાલમાં સક્રિય બનેલા વિવિધ તંત્રોને પગલે અવારનવાર ખનિજ ચોરી અને મુદ્દામાલ ઝડપાઈ રહ્યો છે, જેના ક્રમમાં ફ્લાઈંગ સ્ક્વોડ સહિત ખનિજ તંત્રે છેલ્લા ચાર દિવસમાં વધુ સપાટો બોલાવી દીધો હતો અને મંગળવારે 1.15 કરોડ સહિત છેલ્લા ચાર દિવસમાં કુલ રૂા. 2.85 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો  ફ્લાઈંગ સ્ક્વોડે મંગળવાર વહેલી સવારથી  ભુજ તાલુકાના નાગોરઅંજાર કળશ સર્કલ અને મુંદરા તાલુકાના મોટા કપાયા પરથી ગેરકાયદે ખનિજચોરી અને પાસ વિનાના પરિવહન મામલે પાંચ ડમ્પર, એક લોડર ઝડપ્યા હતા અને 1.15 કરોડનો મુદ્દામાલ ઝડપી લીધો હતોતો  પૂર્વ કચ્છ ખનિજ તંત્ર તરફથી  મળતી વિગતો મુજબ છેલ્લા ત્રણ દિવસમાં કરાયેલી અલગ-અલગ કાર્યવાહીમાં પૂર્વ કચ્છ વિભાગ દ્વારા મુંદરા અને અંજાર તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી બ્લેક ટ્રેપ અને રેતીનું ખનન કરતાં વાહનો પકડાયા હતા અને લગભગ પોણા બે કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સત્તાવાર વિગતો પ્રમાણે, જિલ્લા કલેક્ટરનાં માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોડ, કચ્છની તપાસ ટીમ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી મુજબ મંગળવારના વહેલી સવારે ફ્લાઇંગ સ્ક્વોડ, કચ્છની તપાસ ટીમ દ્વારા અંજાર ખાતે આવેલ કળશ સર્કલ પાસે આકસ્મિક તપાસ હાથ ધરાતાં સિલિકા ખનિજ જથ્થાનું રોયલ્ટી પાસ વગર વહન કરતાં ત્રણ ડમ્પર પકડાયાં હતાં, જે ત્રણ ડમ્પરને સીઝ કરી વીએનએસ લીઝ, અંજાર ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે. વધુમાં ભુજ ખાતે નાગોર રોડ ખાતેથી સાદી રેતી ખનિજ જથ્થાનું રોયલ્ટી પાસ વગર વહન કરતું એક ડમ્પર પકડવામાં આવ્યું હતું. જે ડમ્પરને સીઝ કરી સરકારી ગોદામ-ભુજ ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે. આ પહેલાં સોમવારે મુંદરા તાલુકાના મોટા કપાયા નદી વિસ્તાર ખાતેથી સાદી રેતી ખનિજનું ગેરકાયદે ખનન કરતું એક ડમ્પર અને એક લોડર મશીન પકડવામાં આવ્યા હતા. જે ડમ્પર અને લોડર મશીનને સીઝ કરી મુંદરા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે. જેની આગળની કાયદેસરની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે. 

Panchang

dd