• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ભુટકિયામાં વીજવાયરને અડી જતાં ઊંટે જીવ ખોયો

ગાંધીધામ, તા. 31 : રાપર તાલુકાનાં ભુટકિયા ગામની સીમમાં ઊંંટને વીજ શોક ભરખી ગયો હતો. રાપરનાં મૌવાણામાં રહેનારા હમીર વેલા રબારી પોતાનો ઊંટ લઈને ભુટકિયા ગામની સીમમાં ચરાવવા ગયા હતા. ધોરા ચંગા સીમમાં ઊંટ ચરાવી રહ્યા હતા, ત્યાં વીજતંત્રના વીજ પોલના વાયર નીચા હોવાથી ત્યાંથી માદા ઊંટ પસાર થતા તેને વીજ શોક લાગ્યો હતો અને એક અબોલ જીવને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો હતો બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd