ગાંધીધામ, તા. 31 : રાપરમાં વિસ્ફોટક પદાર્થ ફાટતાં
એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો. આ યુવાનને વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવાયો હતો. રાપરના
આથમણા નાકાં બાજુ રહેનાર હરિ રાજા દેવીપૂજક નામનો યુવાન ગત તા. 27/7ના સાંજે પોતાના ઘરે હતો ત્યારે
ભંગારનો કોઇ વિસ્ફોટક પદાર્થ ફાટતાં આ યુવાનને શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી.
તેને પ્રથમ સ્થાનિકે અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવાયો હતો. ભંગાર વીણતા
આ યુવાને ક્યાંકથી પથ્થર તોડવાનો ટોટો મેળવી લીધો હતો. તેને તોડવાની કોશિશ કરતાં આ
વિસ્ફોટ થયો હોવાનું પી.આઇ. જે. બી. બુબડિયાએ જણાવ્યું હતું.