• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ખાવડાના આરઇ પાર્કમાં ઓઇલચોર કારચાલક ઝડપાયો

ભુજ, તા. 31 : ખાવડા ખાતે આવેલા આરઇ પાર્ક અદાણી ફેઝ-1માંથી ઓઇલની ચોરી કરી જતા ચાલકને રંગેહાથ ઝડપી લેવાયો હતો. આ ચોરી અંગે સિક્યુરિટી દ્વારા ખાવડા પોલીસમાં નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે ટ્રાન્સફોર્મમાંથી કુલ 200 લિટર ઓઇલની ચોરી કરવામાં આવી હતી. 20 હજારના ઓઇલને ગઇકાલે સવારે લઇ જતી વખતે ચાલક દિલીપસિંગ તનસિંગ ભાટી પકડાઇ ગયો હતો, જ્યારે કવરાજસિંહ કાલુસિંહ રાઠોડ ભાગી જવામાં સફળ રહ્યો હતો. ખાવડા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. 

Panchang

dd