• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

મોટી ભુજપુરમાં 10, ઝરપરામાં ચાર અને નાના થરાવડામાં પાંચ જુગારી ઝડપાયા

ભુજ, તા. 30 : મુંદરાના મોટી ભુજપુરમાંથી 10 અને ઝરપરા પાસેના પ્રાંસલા વાડી વિસ્તારમાંથી ચાર તેમજ ભુજ તાલુકાના નાના થરાવડામાંથી પાંચ જુગારીને  પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મુંદરા તાલુકાના મોટી ભુજપુરમાં  દરબારી સ્કૂલની પાછળ તા. 30/7ના અડધી રાતે સ્ટ્રીટલાઇટના અજવાળા તળે તીનપત્તીનો  જુગાર રમતા ચેતન નવલદાન બારોટ, તેજસભાઇ નવલદાન બારોટ, રાજેન્દ્ર પ્રતાપભાઇ ભાટ, જયદીપ ધનસુખભાઇ બારોટ, સંદિપ હેમંતલાલ બારોટ, સાગર રામશંકર ભટ્ટ, ગૌતમ પ્રબોધભાઇ બારોટ, ઉમેદ પોપટભાઇ બારોટ, પીયૂષ નવીનભાઇ ભટ્ટ (રહે. તમામ મોટી ભુજપુર) અને સુનીલ વિનોદભાઇ મોખરા (રહે. નાગલપર તા. માંડવી)ને રોકડા રૂા. 14,350 અને બે મોબાઇલ કિં. રૂા. 3500ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુંદરાના ઝરપરા નજીકના પ્રાંસલા વાડી વિસ્તારમાં તળાવ પાસે તીનપત્તીનો જુગાર રમતા શંકર ગાભાભાઇ રાઠોડ (મૂળ ઉખેડા) તા. નખત્રાણા હાલે ઝરપરા) અને મજીદ અબુબખર ચૌહાન, સિદીક દાઉદ કુંભાર, બબાભાઇ મગનભાઇ દેવીપૂજક (રહે. તમામ મોટી ભુજપુર)ને રોકડા રૂા. 17,430 અને ચાર મોબાઇલ કિં. રૂા. 20,000ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે ઝડપી ગુનો નોંધી કાર્યવાહી કરી  હતી. ભુજ તાલુકાના મોટા થરાવડામાં કોલીવાસમાં  ખુલ્લી શેરીમાં ગઇકાલે રાતે ધાણીપાસા વડે જુગાર રમતા સલીમ મીઠુભાઇ કેવર (મોટા થરાવડા), કાનજી તેજાભાઇ કોલી (નાના થરાવડા), સલીમ ઇસ્માઇલ ચાવડા (મુસ્લિમ) (વીડી તા. અંજાર), જિતેન્દ્ર મેમાભાઇ ચાવડા (નાના થરાવડા), જખુભાઇ નારણભાઇ મહેશ્વરી (નાના થરાવડા)ને રોકડા રૂા. 10,150ના મુદ્દામાલ સાથે પદ્ધર પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

Panchang

dd