• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

દેવળિયાની જમીન અંગે ખોટું સોગંદનામું કરાતાં ફરિયાદ

ગાંધીધામ, તા. 30 : અંજારના દેવળિયાની જમીન અંગે ખોટા સોગંદનામા કરી મામલતદાર કચેરીમાં નોંધ પડાવતા ત્રણ શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. દેવળિયા ગામની સીમમાં શિવાલાલ રાજા ઉકા રાઠોડ (મિત્રી)ની જમીન આવેલી છે. જે અંગે પાવરદાર, દસ્તાવેજ થયા હતા બાદમાં વારસદારો અંગે વિવાદ સર્જાતાં કોર્ટમાં દીવાની દાવો કરાયો હતો, જેમાં ન્યાયાલયે તમામ દસ્તાવેજો રદ કરવા હુકમ કરતા આ જમીન મૂળ માલિક શિવલાલ રાજા ઉકાના નામે થઈ હતી. બાદમાં જમીન પચાવી પાડવાના ઉદ્દેશથી અમદાવાદના શિવલાલ રાજા અખઈ ચાવડાના દીકરા અરવિંદ ચાવડા, હિતેન્દ્ર ચાવડા, દિનેશ ચાવડા અંજાર આવ્યા હતા અને પોતે વારસદાર જ હોવા છતાં ખોટું સોગંદનામું તૈયાર કરી તેમાં ખોટી હકીકતો દર્શાવી હતી અને પોતે સિધી લીટીના વારસદારો હોવાની ખોટી દર્શાવી તે સોગંદનામું મામલતદાર કચેરી અંજારમાં રજૂ કરી વારસાઈ નોંધ પડાવી હતી. આ બનાવ અંગે કરવા વિનોદ જેઠવા (મિત્રી)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

Panchang

dd