• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

મેઘપર (કું.)માં યુવતીનો પીછો કરી ગંદા ઇશારા કરનારા સામે ગુનો દાખલ

ગાંધીધામ, તા. 30 : અંજારના મેઘપર કુંભારડીમાં યુવતીનો પીછો કરી ખરાબ ઇશારા કરનારા શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મેઘપર કુંભારડીની સોસાયટીમાં રહેનાર એક યુવતી પોતાનાં કામેથી આજે બપોરે જમવા માટે ઘરે જઇ રહી હતી દરમ્યાન યોગેશ દવે નામના શખ્સે આ યુવતીનો પીછો કરી ખરાબ ઇશારા કર્યા હતા. બાદમાં આગળ જઇને પોતાનું બાઇક આડું રાખી ફરીથી ગંદા ઇશારા કર્યા હતા. ભોગ બનનારે પોતાના ભાઇને ત્યાં બોલાવતાં તેના ભાઇએ મારી બહેનને કેમ હેરાન કરે છે તેમ કહેતાં આ શખ્સે હું યોગેશ દવે ડોન છું. હેરાન કરીશ તારાથી જે થાય તે કરી લેવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે ત્યાં આવી આ શખ્સને લઇ ગઇ હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd