• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

અંજારમાં મહિલાનાં ગળામાંથી સોનાની ચેઇનની ચીલઝડપ

ગાંધીધામ, તા. 30 : અંજારમાં ખત્રી બજારમાં કપડાં લેવા આવેલી મહિલાનાં ગળામાંથી રૂા. 15,000ની સોનાની ચેઇનની ચીલઝડપ કરી બે શખ્સ નાસી ગયા હતા. અંજારનાં 12 મીટર રોડ નવાપરા ગણપતિ મંદિરની બાજુમાં રહેતા ફરિયાદી દક્ષાબેન ઘનશ્યામ વાસાણી (મિત્રી) નામની મહિલા ગઇકાલે ઢળતી બપોરે ખત્રી બજાર બાજુ કપડાં લેવા નીકળ્યાં હતાં. દરમ્યાન રસ્તામાં હંસાબેન હર્ષદ પ્રજાપતિ મળતા આ બંને ખત્રી બજાર બાજુ જઇ રહ્યા હતા. બંને માધવ આઇક્રીમથી થોડે આગળ પહોંચતા સામેથી નંબર પ્લેટ વગરની બાઇક ઉપર બે શખ્સ આવતા જણાયા હતા. બાઇકચાલકે મહિલાઓ બાજુ બાઇક લેતા ફરિયાદીએ મને લાગી જશે તેમ કહેતાં પાછળ બેઠેલા શખ્સે આ મહિલાનાં ગળામાં હાથ નાખી રૂા. 15,000ની સોનાની ચેઇનની ચીલઝડપ કરી હતી. બંને મહિલાએ રાડારાડ કરતા આ શખ્સો નાસી ગયા હતા. આ શખ્સો 25થી 30 વર્ષના અને શ્યામવર્ણ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. પોલીસે ગુનો  દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે. - અકસ્માત વળતર ન ચૂકવતા સિવિલ જેલની સજાનો હુકમ : ભુજ, તા. 30 : 32 વર્ષ પૂર્વે થયેલા અકસ્માતમાં રિક્ષા માલિકે કોર્ટે મંજૂર કરેલી વળતરની રકમ ન ચૂકવતા તામીલ કેસ થતા આરોપીને સિવિલ જેલની સજાનો હુકમ થયો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ તા. 20-9-1993ના અંજાર તાલુકાના મથડા મધ્યે રીક્ષા નં. જીટીપી 6006ના ડ્રાઇવરે રીક્ષા ગફલતભરી રીતે ચલાવી જુસબ સુલેમાન આગરિયાને હડફેટમાં લઇ અકસ્માત કર્યો હતો. જે અકસ્માત સંબંધી જુસબે કરેલા કલેઇમમાં અંજારના મોટર એક્સિડન્ટ કલેઇમ ટ્રીબ્યૂનલ તરફથી અરજી મંજૂર કરી અને રૂા. બે લાખ 7.5 ટકાના વ્યાજ સહિત ચુકવી આપવા હુકમ કર્યો, પરંતુ સિધિક ધુલાભાઇ આગરિયાએ રકમ ભરપાઇ ન કરતા જુસબે કોર્ટ સક્ષમ તામીલ દરખાસ્ત દાખલ કરેલી, જે તામીલ કેસ કામે અંજાર કોર્ટે રીક્ષા માલિક સિધિક આગરિયાને રકમ નહીં ભરવાના કસૂરના કારણે સિવિલ જેલની સજાનો હુકમ કર્યો છે. અરજદાર તરફે એડવોકેટ જગદીશ એચ. વ્યાસ, મોહન જે. પ્રજાપતિ તથા આશિષ કે. ઓઝા હાજર રહ્યા હતા. 

Panchang

dd