• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ચુબડકની કંપનીના પ્લાન્ટમાં 1.60 લાખના મુદ્દામાલની ચોરી

ભુજ, તા. 4 : તાલુકાના ચુબડક ગામમાં આવેલી કંપનીના પ્લાન્ટમાંથી મોટરો તથા સ્ટોર રૂમનું તાળું તોડી તેમાંથી સામાન તેમજ ઈલેકટ્રીક વસ્તુઓ મળી કુલ રૂા. 1,60,000ના મુદ્દામાલની ચોર કરનારા કંપનીના કર્મચારી સહિત બે જણ વિરુદ્ધ પદ્ધર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, ચુબડકની સીમમાં આવેલી એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ લિમિટેડ કંપનીમાં કામ કરતા આરોપી દીપેન્દ્રસિંહ રાજપૂત અને તેના મિત્ર રામપાલ સોલંકીએ કંપનીના પ્લાન્ટમાંથી મોટરો તથા સ્ટોરરૂમનું તાળું તોડી તેમાં રહેલો સામાન અને ઈલેક્ટ્રીક સાધનોમાં વપરાતા બેટરી, વેલ્ડિંગ પેટી વગેરે મળી કુલ રૂા. 1,60,000ના મુદ્દામાલની ચોરી કરી હોવાનું ફરિયાદમાં લખાવાયું હતું. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. 

Panchang

dd