ગાંધીધામ, તા.4 : શહેરના ગુરુકુળ વિસ્તારમાં
રહેનારી એક યુવતીને શખ્સે લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી બાદમાં લગ્ન ન કરતાં પોલીસ
મથકે ફરિયાદ નોંધાઈ હતી. શહેરના એ ડિવિઝન પોલીસ મથકે સુંદરપુરીના પ્રકાશ કરશન ધુવા
વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ શખ્સે એક યુવતીને લગ્નની લાલચ આપી સાત વર્ષ દરમ્યાન તેની
સાથે શરીર સંબંધ બાંધ્યો હતો, જે દરમ્યાન
યુવતી ગર્ભવતી બન્યા બાદ એક બાળકને જન્મ આપ્યો હતો. ગત તા. 2/8/2017 થી 20/6/2025 દરમ્યાન બનેલા આ બનાવમાં આરોપીએ
ભોગ બનનારને લગનની લાલચ આપી લગ્ન ન કરી પોતાનો ઈરાદો પરીપૂર્ણ કરવા જાતીય સંબંધ બાંધ્યો
હતો. પોલીસે ગુનો દર્જ કરી ડી.એન.એ. સહિતની આગળની તપાસ હાથ ધરી છે.