• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

મુંદરા કસ્ટોડીયલ ડેથ કેસમાં ત્રણ આરોપીની જામીન અરજી નામંજુર

ભુજ, તા. 4 : મુંદરા પોલીસ મથકના જે તે સમયના ભારે ચર્ચાસ્પદ કસ્ટોડીયલ ડેથ કેસમાં જિલ્લા અદાલતે ત્રણ આરોપી તત્કાલિન પોલીસ લોકરક્ષક ગફુરજી પીરાજી ઠાકોર, તત્કાલિન પોલીસ કોન્સ્ટેબલ કપીલ અમૃતલાલ જોશી અને આરોપીઓને આશ્રય સહિતની મદદગારી કરવાના આરોપસર પકડાયેલા નરવિરસિંહ ગણપતસિંહ સરવૈયાની નિયમિત જામીન અરજી નામંજુર કરી હતી. વારંવાર અરજીઓ અને જામીન અરજીઓ રજુ કરીને અદાલતનો કિંમતી સમય બગાડવા બદલ આ ત્રણેય જણ જિલ્લા કાનુની સેવા સતા મંડળ સમક્ષ બે-બે હજાર રુપિયા જમા કરાવે તેવો આદેશ પણ કરાયો હતો. આ પ્રકરણમાં જામીન ઉપર મૂકત થઈ ચૂકેલા ત્રણ આરોપીનો મુદદો આગળ ધરીને પોતાને પણ સમાનતાના ધોરણે જામીન મળવા જોઈએ તેવી માગણી સાથે ગફુરજી ઠાકોર, કપીલ જોષી અને નરવિરસિંહ સરવૈયા માટે જામીન અરજી મુકાઈ હતી. બન્ને પક્ષની દલીલો સાંભળી સમાનતાના ધોરણે તહોમતદારો જામીનના હકકદાર ન હોવાના તારણ સાથે કોર્ટએ ત્રણેયની નિયમિત જામીનની અરજી નામંજુર કરી હતી. સુનાવણી દરમ્યાન આરોપી પક્ષે કરાયેલી દલીલોનું ખંડન કરતી રજુઆત સરકાર પક્ષ દ્રવારા કરાઈ હતી. તો ફરીયાદ પક્ષ દ્રવારા વાંધા લેવાયા હતા. ન્યાયાધીશે વારંવાર અરજીઓ સાથે આરોપીઓ બે મહિનાથી દલીલ ઉપર રહેલાં કેસને આગળ વધવા દેતા ન હોવાના તારણ સાથે આ ત્રણેય જણની જામીન અરજી નામંજુર કરવા સાથે તેઓ પ્રત્યેક બે-બે હજાર રુપિયા જિલ્લા કાનુની સેવા સતા મંડળ સમક્ષ જમા કરાવે તેવો આદેશ કરાયો હતો. સુનાવણીમાં સરકાર પક્ષે કેસ માટે ખાસ નિયુકત સરકારી વકીલ રાજકોટના અનિલભાઈ આર. દેસાઈ તથા ફરિયાદ પક્ષ વતી અત્રેના વરિષ્ઠ ધારાશાત્રી ડી.વી. ગઢવી સાથે વાય.વી. વોરા, એઁ.એન.મહેતા, એચ.કે. ગઢવી અને એસ.એસ. ગઢવી ઉપરાંત ચારણ ગઢવી સમાજના ભુજના તમામ વકીલો હાજર રહયા હતા. 

Panchang

dd