ગાંધીધામ, તા. 4 : શહેરના યુવાન સાથે આર.ટી.ઓ.
ઈ-ચલણનાં નામે રૂા. 3,05,716ની
ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો મામલો પોલીસ દફ્તરે નોંધાયો હતો.પોલીસ સૂત્રોએ વિગતો આપતાં
જણાવ્યું હતું કે, ગાંધીધામમાં દવા વિતરક તરીકે નોકરી કરતા નવીનભાઈ કાનજીભાઈ સથવારાને વોટ્સ-એપ ઉપર આર.ટી.ઓ. ઈ-ચલણ 500.એ.પી.કે. નામની ફાઈલ આવી હતી, જેને ખોલતાંની સાથે તેમનો મોબાઈલ ફોન હેક થયો
હતો. થોડી જ વારમાં તેમના બેંક ખાતામાંથી રૂા. 1.49 લાખ કપાયા હતા. ભેજાબાજોએ મોબાઈલનું સંચાલન મેળવીને રૂા. 1,56,716ની લોન લઈને આ
રકમ પણ ઉપાડી લીધી હતી. ગત તા. 25/4/2025ના સાંજના અરસામાં આ બનાવ બન્યો હતો. પોલીસે અજાણ્યા મોબાઈલ નંબરધારક સામે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી
છે. વધતા જતા ઓનલાઈન છેતરપિંડીના બનાવોને લઈને
પોલીસે નાગરિકોને સતર્ક અને જાગૃત બનવા અપીલ કરી હતી.