ભુજ, તા. 3 : મિરજાપરનાં રહેણાક મકાનનાં
આંગણામાં જુગાર રમતા સાત ખેલીને રોકડા રૂા. 26,600 અને ચાર મોબાઇલના મુદ્દામાલ સાથે એલસીબીએ દરોડો પાડી ઝડપી લીધા
હતા.એલસીબીને બાતમી મળી હતી કે, મિરજાપરના
સહજાનંદ નગરમાં જયદેવ કરણીદાન ગઢવી પોતાના કબજા-ભોગવટાનાં રહેણાક મકાનનાં આંગણામાં
ખેલીઓ બોલાવી જુગાર રમી-રમાડે છે. બાતમીના પગલે એલસીબીએ દરોડો પાડતા ગંજીપાના વડે જુગાર
રમતા જયદેવ ઉપરાંત અજીત રામભા ગઢવી, લખધીર રામજીભાઇ ગઢવી,
કરણીદાન દેવીદાન ગઢવી, ભાવિક નરસિંહદાન ગઢવી,
પ્રવીણદાન મહિદાન ગઢવી (રહે. તમામ મિરજાપર) અને મહેન્દ્ર રવીદાન ગઢવી
(માધાપર)ને રોકડા રૂા. 26,600 અને
ચાર મોબાઇલ કિં. રૂા. 16,000ના મુદ્દામાલ
સાથે ઝડપી એ-ડિવિઝન પોલીસ મથકે જુગારધારા તળે ગુનો દાખલ કરાવી કાર્યવાહી હાથ ધરવામાં
આવી છે.