• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

કુકમાના વીજ સબ સ્ટેશનમાંથી 33.50 લાખના વાયરની ઉઠાંતરી

ભુજ, તા. 8 : કચ્છમાં ચોરીના બનાવોમાં ઉછાળો આવ્યો છે, તે વચ્ચે કુકમાના વીજ સબ સ્ટેશનમાંથી વાયરથી ભરેલો ભારેખમ બે ડ્રમ કિં.રૂા. 33,50,000ની ઉઠાંતરી થતાં ચોરીની ફરિયાદ નોંધાવાઇ છે. આ ચોરી અંગે હેમ એન્જિનીયર્સ કંપનીના હેમંતભાઇ ઘનશ્યામભાઇ પટેલે પદ્ધર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની કંપનીના કોપર વાયર (અર્થ કેબલ)ના બે ડ્રમ કુલે 1340 મીટર જેની કિં. રૂા. 33,50,000 કુકમા ગેટકો વીજ સબ સ્ટેશનના ખુલ્લાં મેદાનમાં રાખ્યા હતા, જે તા. 30/11થી તા. 5/12 દરમ્યાન ગુમ થયા હતા. આ મેદાનમાં અન્ય કંપનીનો પણ માલ પડયો હોવાથી સરતચૂકથી અન્ય કંપની લઇ ગઈ હોવાના શકના આધારે ફરિયાદીએ પોતાની રીતે તપાસ કરાવી હતી, પરંતુ માલ ન મળી આવતાં ફરિયાદી હેમંતભાઇએ આજે આ ચોરી અંગે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પદ્ધર પોલીસે ફરિયાદ નોંધી તપાસ પીઆઇ એસ. એમ. રાણાએ હાથ ધરી આ ચોરી સંબંધેની વિવિધ સૂચનાઓના મેસેજ વહેતા કરી દીધા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd