• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

લાકડિયા : 1.47 કરોડનાં ડ્રગ્સ પ્રકરણમાં ચાર આરોપી 14 દિવસના રિમાન્ડ તળે

ગાંધીધામ, તા. 30 : પૂર્વ કચ્છ એસ.ઓ.જી. પોલીસ ટીમે  લાકડિયા પાસે રૂા. 1.47 કરોડનું   ડ્રગ્સ પકડી પાડયું હતું. આ પ્રકરણમાં  પકડાયેલા  ચાર આરોપીના અદાલતે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની  વિગતો સાંપડી હતી. લાકડિયાથી સામાખિયાળી જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર  આવેલી  ભારત હોટલ સામે મઢી ત્રણ રસ્તા પાસેથી પોલીસે ગાડીના એરફિલ્ટર ખાનામાંથી માદક પદાર્થ?કોકેઈન પકડી પાડયો હતો. આ કાર્યવાહીમાં આરોપી પંજાબના  ભટિન્ડા જિલ્લાના  હનીસિંઘ બિન્દરસિંઘ શીખ, સંદીપસિંઘ પપ્પુસિંઘ શીખ, જશપાલ ઉર્ફે સુમન ગુલવંતસિંઘ ઉર્ફે શનિભાઈ શીખ, અર્શદીપકૌર સંદીપસિંઘ શીખની ધરપકડ થઈ હતી. આ પ્રકરણમાં પકડાયેલા ચારેય તહોમતદારને રિમાન્ડની માંગ સાથે પોલીસે  અદાલતમાં રજૂ કર્યા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને અદાલતે  તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.  કચ્છને ઊડતા પંજાબ બનાવવાનાં કૃત્યમાં સામેલ મુખ્ય આરોપી  ગુલવંતસિંઘ ઉર્ફે શનિસિંઘ હજુરાસિંઘ શીખ હજુ સુધી પોલીસ પકડથી દૂર  છે, જેને પકડી પાડવા માટે પોલીસે જુદી-જુદી ટીમો બનાવી વિવિધ દિશામાં તપાસ આરંભી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang