• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

પૂર્વ કચ્છમાં જુગાર રમતા 17 ખેલી ઝડપાયા : એક નાસી છૂટયો

ગાંધીધામ, તા. 19 : પૂર્વ કચ્છમાં કકરવા તથા રાપરમાં પોલીસે જુગાર અંગેની કાર્યવાહી કરીને ખેલીઓને પકડી પાડયા હતા, જ્યારે એક શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 1,21,120 હસ્તગત કરાયા હતા. ભચાઉ તાલુકાના કકરવા ગામમાં પંખડી વાડી વિસ્તારમાં ગત મોડીરાત્રે પોલીસે છાપો માર્યો હતો. અહીં ખુલ્લી જગ્યામાં લઇટના અજવાળાંમાં જુગાર રમાઇ રહ્યો હતો, ત્યારે પૂર્વ બાતમીના આધારે અચાનક આવેલી પોલીસે બાબુ કરશન પરમાર, હમીરા રાણા ઢીલા (આહીર), કિરણકુમાર નરોત્તમ પટેલ, સંદીપગિરિ પ્રવીણગિરિ ગુંસાઇ, દિનેશ જયરામ બાલાસરા, બાલા કરશન ઢીલા (આહીર), પ્રેમજી સામત લોંચા તથા હીરા કરશન ઢીલાને પકડી પાડયા હતા, જ્યારે પ્રમુ દેશર કોળી નાસી જવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 1,09,500 તથા બે કાર, છ મોબાઇલ, ગંજીપાના એમ કુલ રૂા. 3,51,500નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. જુગાર અંગેની બીજી કાર્યવાહી ગત મોડીરાત્રે રાપરમાં પાવર હાઉસ પાછળ શાળાની બાજુમાં કરવામાં આવી હતી. દીવાબત્તીના અજવાળાંમાં અમુક શખ્સો ગોળ કૂંડાળું વાળી પત્તા ટીંચી રહ્યા હતા, તેવામાં અચાનક આવેલી પોલીસે જિતેન્દ્ર બાબુ સંઘાર, ભાવિન ભરત સંઘાર, વિશાલ સુરેશ સિયારિયા, કાનજી રમેશ સિયારિયા, પ્રકાશ દેશર મણકા, કાનજી મોહન સિયારિયા, નારાણ ખેંગા ભરવાડ, ખેતશી પચાણ સિયારિયા અને પ્રવીણ રમેશ સંઘાર નામના શખ્સોની ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂા. 11,620, એક બાઇક, પાંચ મોબાઇલ, ગંજીપાના એમ કુલ રૂા. 82,620નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang