• શુક્રવાર, 29 માર્ચ, 2024

કોટેશ્વર નજીક બેટ પાસેથી વધુ એક ચરસનું પેકેટ બીએસએફએ કબજે કર્યું

ગાંધીધામ, તા. 26 : લખપત તાલુકાના કોટેશ્વર નજીક  કોરી ક્રિકના નિર્જન બેટ પાસેથી સીમા સુરક્ષાદળે એક કિલો માદક પદાર્થ ભરેલું પેકેટ જપ્ત કર્યું હતું. સીમા સુરક્ષાદળે આજે કોરી ક્રિક વિસ્તારમાં તપાસ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં કોટેશ્વરથી 6 કિ.મી. દૂર કોરી ક્રિકના એક નિર્જન ટાપુ પરથી માદક પદાર્થનું પેકેટ મળી આવ્યું હતું. આ પેકેટ અગાઉ જપ્ત કરાયેલા પેકેટ જેવું જ છે. જેતે વખતે જપ્ત કરાયેલ પેકેટમાં હેરોઇન નામનો માદક પદાર્થ હોવાનું અગાઉ ફલિત થયું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલોની પ કરોડ કિંમત આંકવામાં આવે છે. જો કે આજે જપ્ત કરાયેલ માદક પદાર્થની તપાસ ચાલી રહી છે. એપ્રિલથી અત્યાર સુધીમાં સીમા સુરક્ષા દળે ચરસના 29 પેકેટ તથા અન્ય માદક પદાર્થના 6 પેકેટ જપ્ત કર્યા છે. બી.એસ.એફ. દ્વારા આ પેકેટ મળ્યા બાદ જખૌ કિનારે જુદા જુદા વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. દરિયાના મોજાં સાથે આ પેકેટ તણાઇ આવ્યા હોવાની શક્યતાઓ સેવાઇ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang