• બુધવાર, 22 મે, 2024

ખૂનની કલમ ઉમેરવાની માંગ સાથે ચક્કાજામ

કોઠારા (તા. અબડાસા), તા. 14 : અબડાસા તાલુકાના સાંધાણના યુવકની મળેલી લાશના પ્રકરણમાં હત્યાની કલમ લગાડવાની પરિજનોની માંગને લઇને પરિજનો તથા મહેશ્વરી સમાજ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કોઠારા-સુથરી ચાર રસ્તા માર્ગ પર ચક્કાજામ કરી રોડ પર બેસી જતાં વાહનોની લાંબી કતાર લાગી હતી. આના પગલે પોલીસ દોડતી થઇ હતી. અને પોલીસે કાયદેસરની ખાતરી આપતાં મામલો થાળે પડયો હતો. સમગ્ર બનાવની વિગત મુજબ સાંધાણનો 35 વર્ષીય યુવક સુરેશ નાનજી કટુઆ (મહેશ્વરી) ગત તા. 4-5-24ના ઘરેથી ગુમ થયો હતો, જેથી પરિજનોએ ગુમનોંધ લખાવી હતી. ત્યારબાદ તા 10-5ના સાંધાણ-તુમરા-સુથરી ફાટક પાસે તેની લાશ મળી આવતાં કોઠારા પોલીસે અકસ્માત મોતની કલમ લગાડી ગુનો નોંધી સુરેશનું પોસ્ટમોર્ટમ જામનગરની ફોરેન્સિક લેબોરેટરીમાં કરાવ્યું હતું. અકસ્માત મોતના ગુનાની કલમ પરિજનોને મંજૂર હોઇ, સુરેશની હત્યા નીપજાવાઈ હોવાની માંગ સાથે કોઠારા પોલીસ મથકે પહોંચ્યા હતા, પરંતુ તે શક્ય બનતાં પરિજનો તથા મહેશ્વરી સમાજ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કોઠારા-સુથરી ચાર રસ્તા પર માર્ગની વચ્ચે બધા બેસી જતાં ચક્કાજામ થતાં વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. જ્યારે રાતે નખત્રાણામાં પણ દલિત અધિકાર મંચ દ્વારા રીતે ચક્કાજામ થયા હતા. વીજળીક આંદોલનનાં પગલે કોઠારા, વાયોર, જખૌ, નલિયા ઉપરાંત એલસીબીની પોલીસ પણ ઘટનાસ્થળે ધસી ગઇ હતી. અંગે કોઠારાના પી.એસ.આઇ. જે.જે. રાણાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, યુવાનની કોહવાયેલી લાશ મળી હતી. ઇજાના કોઇ નિશાન મળ્યા હતા. પી.એમ. નોટ આવ્યેથી કાયદેસરનો ગુનો નોંધી પરિવારને ન્યાય અપાવવાની પોલીસે ખાતરી આપી હતી. આમ ખાતરીનાં પગલે મામલો થાળે પડયો હતો. આજના બનાવને પગલે કોઠારા પી.એસ.આઇ. શ્રી રાણા પોલીસ સ્ટાફ સાથે તેમજ એલ.સી.બી.ના પી.આઇ. સંદીપસિંહ ચૂડાસમા, નલિયાના ફોજદાર શ્રી ટાપરિયા, સી.બી.આઇ. શ્રી ખરાડિયા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે ધસી જઇ સ્થિતિ સંભાળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang