• બુધવાર, 22 મે, 2024

નાડાપા ફેક્ટરીમાં અકસ્માતમાં માસૂમનાં મોત અંગે ફરિયાદ

ભુજ, તા. 20 : ચાર દિવસ પૂર્વે નાડાપાની ફેક્ટરીમાં ઢાળ પરથી રિવર્સ આવતી ટ્રક નીચે શ્રમજીવીની ઓરડી સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ ઓરડીમાં રમી રહેલી સાડા છ વર્ષની માસૂમ દિવ્યા જામસિંહ ભૂરિયાનું ગંભીર ઈજાનાં પગલે કરુણ મોત નીપજ્યું હતું તેમજ અન્ય બાળકો તથા મહિલાને અસ્થિભંગ સહિતની ઈજા પહોંચી હતી. આ અકસ્માત અંગે ડમ્પર-ટ્રકચાલક વિરુદ્ધ વિધિવત ફોજદારી ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે મૃળ મધ્યપ્રદેશ હાલે નાડાપા ડાંગર કેઓલીન ફેકટરીની લેબર કોલોનીમાં રહેતા કમલ બદિયાભાઈ ભાભોરે નોંધાવેલી ફરિયાદ મુજબ તા.16/4ના સવારે ફેકટરીમાં ડમ્પર ટ્રક નં. જીજે-12-બીવાય-2516 જેનો ચાલક વાલજીભાઈ જસાભાઈ બતા આ ડમ્પર ચાઈનાકલે માટી ભરી વોફર ઉપર લઈ જતાં અચાનક સ્ટીયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં ડમ્પર પાછું આવી ફરિયાદીની ઓરડી સાથે ભટકાતાં તેમાં રમી રહેલી મામાઈ ભાઈની દીકરી દિવ્યાનું ગંભીર ઈજાનાં પગલે મોત થયું હતું જ્યારે આ જ ઓરડીમાંના ફરિયાદીનાં બાળકો બે દીકરી અને એક દીકરા અને પત્નીને નાની મોટી ફ્રેકચર સહિતની ઈજા પહોંચી હોવાની વિગતો પદ્ધર પોલીસ મથકે નોંધાવતાં પોલીસે વિધિવત ફરિયાદ નોંધી કાર્યવાહી આદરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang