• બુધવાર, 22 મે, 2024

મુંદરામાં બિનહિસાબી રોકડ રૂા. 5.50 લાખ સાથે યુવાન પકડાયો

ભુજ, તા. 20 : લોકસભાની ચૂંટણી અન્વયે આચારસંહિતા અમલમાં છે ત્યારે પોલીસ દ્વારા ઠેરઠેર વાહન તલાશી ચાલી રહી છે ત્યારે ગઇકાલે આવી જ વાહન ચેકિંગ મુંદરા પોલીસ દ્વારા પાવાપુરી ચાર રસ્તા પાસે ચાલી રહી હતી ત્યારે ટુ-વ્હીલર સાથે આ રસ્તા પરથી પસાર થતા યુવક પાસેથી બિનહિસાબી, આધાર-પુરાવા વગરના રોકડા રૂા. 5.50 લાખ મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે મુંદરા પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ ચૂંટણી સંબંધિત આદર્શ આચારસંહિતાના અમલ અર્થે ચૂંટણી શાંતિ અને સુલેહભર્યા વાતાવરણમાં થાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલી સૂચનાનાં પગલે મુંદરાના પી.આઇ. જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પાવાપુરી ચાર રસ્તા પર ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ ચાલી રહી છે ત્યારે ગઇકાલે અહીં પી.એસ.આઇ. એમ. એન. આદરેજિયા અને સ્ટાફ વાહન તલાશી કરી રહ્યા હતા ત્યારે મૂળ ફરાદી હાલે મુંદરાની શિવ ટાઉનશિપમાં રહેતા નીતેશ ધનસુખલાલ ગોર (ઉ.વ. 43) ટુ-વ્હીલર એક્સેસ સ્કૂટર સાથે અહીંથી પસાર થતાં કબજામાંથી બિનહિસાબી, આધાર-પુરાવા વિનાના રોકડા રૂા. 5.50 લાખ મળી આવતાં પ્રાથમિક દ્રષ્ટિએ આ બાબત શંકાસ્પદ જણાઇ આવતાં મુંદરા પોલીસે રોકડ?રૂા. 5.50 લાખ તથા એક્સેસ સ્કૂટર કિં. રૂા. 50,000નો મુદ્દામાલ કબજે લઇ?કાયદેસરની કાર્યવાહી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આઠ-દશ દિવસ પૂર્વે એલસીબીની ટીમે ભુજની ભાગોળે નાગોર ફાટક પાસે આવી જ વાહન ચેકિંગ દરમ્યાન કારમાંથી એક મહિલા સહિત ત્રણ શખ્સ એક કિલો માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang