• બુધવાર, 22 મે, 2024

ચેક પરતના કેસમાં ડીસાના આરોપીને કેદની સજા

ભુજ, તા. 19 : ચેક પરત ફરવાના કેસમાં આરોપી સુનીલ મુક્તિલાલ ઠક્કર (રહે. ડીસા, બનાસકાંઠા)ને જ્યુડિશિયલ કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારતો આદેશ કર્યો હતો. ફરિયાદી નીષીતા પ્રભુલાલ કરસનદાસ ઠક્કરના આરોપી સાથે લગ્ન થયા બાદ મનમેળ થતાં છૂટાછેડા લીધા હતા. આરોપીએ પત્નીના કરિયાવરના દાગીનાની અવેજમાં રોકડ રૂા. 1,25,000 ચૂકવવા ચેક આપ્યો હતો, જે પરત ફર્યો હતો. ચેક પરતની આરોપીને જાણ કરવા છતાં નાણાં ચૂકવાતાં કોર્ટમાં ધા નખાઈ હતી. કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને એક વર્ષની કેદની સજા તથા રૂા. 65,000 વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો હતો તેમજ જો 30 દિવસમાં રકમ જમા કરાવે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારવા હુકમ કર્યો હતો. કેસમાં ફરિયાદી વતી કુલદીપ જે. મહેતા, હેતલ દવે અને પ્રશાંત એન. રાજપૂતે હાજર રહી દલીલ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang