• શનિવાર, 20 એપ્રિલ, 2024

ગાંધીધામમાં પાર્ક કરાયેલાં બે વાહનમાંથી 490 લિટર ડીઝલની ચોરી

ગાંધીધામ, તા. 2 : શહેરના નીલકંઠ પાર્કિંગ નજીક મીઠાના ઢગલા પાસે પાર્ક કરાયેલાં બે વાહનોની ટાંકીમાંથી નિશાચરોએ રૂા. 44,100નાં 490 લિટર ડીઝલની તસ્કરી કરી હતી. શહેરની જય રવેચી લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટનું ડમ્પર નંબર જીજે-12-બીવાય-3702 વાળું નીલકંઠ પાર્કિંગ નજીક મીઠાના ઢગલા પાસે પાર્ક કરાયું હતું. વાહન અહીં પાર્ક કરી મોડીરાત્રે ચાલક શામજી ભીમા આહીર સૂઈ ગયો હતો, બાદમાં તસ્કરોએ વાહનની ટાંકીમાંથી 180 લિટર ડીઝલની ચોરી કરી હતી તેમજ બાજુમાં નીલકંઠ સોલ્ટ સપ્લાય ટ્રાન્સપોર્ટનું ટ્રેઈલર નંબર જીજે-12-એઝેડ-8814 પાર્ક કરેલું હતું. વાહનમાંથી પણ નિશાચરોએ 320 લિટર ડીઝલની ચોરી કરી હતી. બને વાહનોમાંથી રૂા. 44,100નું 490 લિટર ડીઝલ ચોરી કરવામાં આવ્યું હતું. બનાવ અંગે સંઘડના શામજી કરશન મકવાણા (આહીર) પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang