• શનિવાર, 27 જુલાઈ, 2024

ઓનલાઈન ઠગાઈમાં ગયેલા રૂા. 21 હજાર અરજદારને પરત મળ્યા

ભુજ, તા. 2 : ઓનલાઈન છેતરપીંડીમાં ગયેલા રૂા. 21,600 પોલીસની સાયબર ક્રાઈમ શાખાએ ભુજના મહિલા અરજદારને પરત આપવ્યા હતા. પોલીસે આપેલી વિગતો મુજબ, અરજદાર નસીમાબાનુ ભજીરને અજાણ્યા ઈસમે ફોન કરી બેંકની રૂા. 5ાંચ લાખની લોનની રકમ જમા થઈ ગઈ છે તેમ કહી એફિડેવિટ તથા ફાઈલ ચાર્જ સહિતના ખર્ચ પેટે રૂા. 21,600 જમા કરવા જણાવી વિશ્વાસ કેળવ્યો હતો. કિસ્સામાં આરોપીના કહેવા મુજબ ફરિયાદીએ નાણાં જમા કરાવ્યા છતાં પણ લોનની રકમ જમા થઈ નહોતી. તેથી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું સમજાતાં સાયબર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ટેકનિકલ સંદર્ભો તથા પત્રવ્યવહારની મદદથી ઠગાઈમાં ગયેલી રકમ અરજદારને પરત અપાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang