• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

મુંદરા પોર્ટ વિસ્તાર નજીક કંપનીના ગોડાઉનમાં આગ ; લાખોનું નુકસાન

મુંદરા, તા. 23 : અહીં મુંદરા પોર્ટ નજીક એફટીડબલ્યુ વિસ્તારમાં આવેલી કંપનીના ગોડાઉનમાં ગુરુવારે મધરાત્રે આગ ફાટી નીકળી હતી. મળતી વિગતો મુજબ, વર્ધમાન કાંટાની બાજુમાં યુનિક સ્પેડીટોરર પ્રા. લિ.ના ગોડાઉનમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગી હતી અને ટાયર તેમજ રબરનો જથ્થો સળગી ઊઠયો હતો. આગે વેગ પકડતાં પાસેની  ઓફિસ- ફર્નિચર પણ ચપેટમાં આવી હોવાનું જાણવા મળે છે. દુર્ઘટનામાં લાખોનું નુકસાન થયાનો પ્રાથમિક તબક્કે અંદાજ છે. આગ એટલી વિકરાળ હતી કે બીજા દિવસે બપોર સુધી અંકુશમાં આવી, પરંતુ સલામતી ખાતર સંપૂર્ણ આગ બુઝાવવાની કાર્યવાહી ચાલુ રાખવી પડી હતી. રાત્રે સમાચાર મળતાં અદાણી બંદરના બે ફાયર ફાઇટરોએ અગ્નિશમન કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જે કાર્યવાહીમાં લગભગ ત્રણ લાખ લિટર પાણીનો ઉપયોગ કરાયો હતો. આગનું સત્તાવાર કારણ બહાર નથી આવ્યું. જો કે, સદ્ભાગ્યે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang