• બુધવાર, 30 એપ્રિલ, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ લખપતના ગોસ્વામી દિનેશગર રામગર (ભૂરો) (ઉ.વ. 46) તે પ્રભાબેન રામગરના પુત્ર, મુકેશગર, ગીતાબેન, મંજુબેનના ભાઇ, સ્વ. ભગવાનગર, સ્વ. જેઠીગરના પૌત્ર, સ્વ. લક્ષ્મણગર, પ્રવીણગર, જેરામગર, હીરાગિરિ, મંગલગર નયનગિરિના ભત્રીજા, જિગરગિરિ, તરૂણા, સંજયગિરિના કાકા, ક્રિષ્નાગિરિ, દેવાંશીના પિતા, રાહુલ, મયુરી, વૈશાલી, પ્રીતિ, સ્વ. ચાંદનીબેન, લાલગર, જગતગરના મામા, અરવિંદગર, કિશનગર, ધનલક્ષ્મી, ધનગવરી, કમળાના કાકાઇ ભાઇ, નર્મદાબેન, લીલાવંતીબેન, ગીતાબેનના દિયરસ્વ. મોંઘીબેન, સ્વ. મંગલપુરી, શંકરપુરીના દોહિત્ર, રામપુરી, દામપુરી, શિવપુરી, પરસોત્તમપુરી, સુશીલાબેન, મધુબેન, કમળાબેન (લાયજા)ના ભાણેજ, સુરેશગિરિ, વિક્રમગિરિ, રાહુલગિરિ, ભરતગિરિ, દીક્ષિતગિરિ, બિંદિયા, કશ્યપગિરિ, પ્રમોદગિરિના કાકા તા. 14-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-3-2025ના સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી રામધૂનની બાજુમાં. 

ભુજ : મામદ અબ્દુલ્લા ખાટકી (ઉ.વ. 68) તે ફકીરાભાઈ, મ. સલીમ, શેરબાનુબેન, સુગરાબેન (જામનગર)ના ભાઈ, સોકતઅલી હાજી સલીમ ખાટકીના મોટાબાપુ, એહમદ ઇશાક તરકબાણ (જામનગર), હની હાજી ગફાર લાખા (વાંકાનેર), સકિલ કાસમ (કટારિયા)ના સસરા તા. 14-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-3-2025ના રવિવારે 5.30 વાગ્યે ખાટકી ફળિયા-ખાટકી મસ્જિદ ભુજ ખાતે.

ભુજ : લોટા હાજી અબ્દુલા હાજી જુસબ (ઉ.વ. 72) તે મ. લોટા અદ્રેમાન હાજી જુસબ, લોટા ગની હાજી જુસબ, મ. ગફુર હાજી જુસબના ભાઈ, લોટા સલીમ, લોટા મામદ, લોટા જાકીરના પિતા, મ. રમજુ (સાઈ) (જી.ઇ.બી.વાળા)ના જમાઇ, મ. હુશેન રમજુ, રજાક રમજુ, સતાર રમજુ, ઈસ્માઈલ રમજુના બનેવી તા. 14-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-3-2025ના રવિવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના ભીડગેટ બહાર, ભુજ ખાતે.

ભુજ : મૂળ માંડવીના ભારતીબેન હરનીશભાઇ શાહ (ઉ.વ. 69) તે સ્વ. હરનીશભાઇ શાંતિલાલ શાહના પત્ની, દર્શન  અને સોનાલીના માતા, પૂજાબેન, સમીરભાઇના સાસુ, દમયંતીબેન શાંતિલાલ શાહ (માંડવી)ના પુત્રવધૂ, ભરતભાઇ શાંતિલાલ શાહના ભાભી, માયાબેનના જેઠાણી, ઝરણ, સાગરના કાકી, નિશ્વ અને દેવાંશના દાદી, સ્વ. રમણીકલાલ કરશનજી પટવા (માંડવી)ના પુત્રી, અજીતભાઇ અને મુકેશભાઇના બહેન તા. 15-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-3-2025ના સોમવારે સાંજે 4થી 5 દાનસાગરસૂરિ અચલગચ્છ જૈન ઉપાશ્રય, ભાદરકા હોસ્પિટલની પાછળ હોસ્પિટલ રોડ ભુજ ખાતે.

ભુજ : ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ દુર્ગાશંકર મૂળશંકર જોષી (ઉ.વ. 85) (કલેક્ટર કચેરી) તે સ્વ. વીરમતીબેન મૂળશંકર વિશ્વનાથ જોષી (લખપત)ના પુત્ર, પ્રવીણાબેનના પતિ, સ્વ. પ્રેમકુંવરબેન લક્ષ્મીશંકર રાવલના જમાઇ, સ્વ. લક્ષ્મીશંકર (કાકુભાઇ), સ્વ. ઇશ્વરલાલ, ચંદ્રકાંત (આદિપુર), ગં.સ્વ. ગૌરીબેન જેઠાલાલ રાવલ, ગં.સ્વ. મંગળાબેન નારદલાલ ઉપાધ્યાયના ભાઇ, સ્વ. વિનોદ, કલ્પનાબેન, ગૌરાંગના પિતા, ભરત વૈશ્નવ (નિવૃત્ત મામલતદાર), ગં.સ્વ. જયશ્રીબેન (નિ. શિક્ષિકા), રક્ષાબેનના સસરા, સંકેતભાર્ગવના દાદા, શૈલી, માનસીના દાદાજી સસરાસ્વ. શિવમ, મીરાના નાના, અતુલ જોષી (એસીબી-ભુજ), ધર્મેન્દ્ર, અમિત, ભાવેશ, હિરેન, કવિતા દક્ષેશભાઇ ત્રિપાઠીના મોટા બાપુ, વૃષાંક સંકેત જોષીના પરદાદા તા. 13-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-3-2025ના સોમવારે સાંજે 5થી 6 રાજગોર સમાજવાડી, આર.ટી.ઓ. રિલોકેશન, ભુજ ખાતે.

ભુજ : રાયમા આશિબાઇ (ઉ.વ. 95) તે મ. ઇસ્માઇલ જુસબના પત્ની, મ. મામદ, કાસમ, હાસમ અને મ. જકરિયા જુસબના ભાભીરમજુના માતા, સિકંદરના દાદી, મ. હાજી ઇબ્રાહીમ, મ. હાજી જુસબના સાળી, મામદના સાસુ, મુસ્તાકના નાની, મ. અલીમામદ ઉમર, અબ્દુલ ઉમર વાડાના બહેન તા. 14-3-2025ના અવસાન પામ્યા છે.  વાયેઝ-જિયારત તા. 16-3-2025ના રવિવારે સવારે 10થી 11 મુસ્તફા જમાતખાના સંજોગનગર, ભુજ ખાતે. 

ભુજ/સુરત : મૂળ બેલાના મંજુલાબેન (ઉ.વ. 78) તે સ્વ. શાહ ધારશીભાઇના પત્ની, સ્વ. દેવુબેન દામજી નારાણજીના પુત્રવધૂ, મોરબિયા સ્વ. શંભુલાલ ન્યાલચંદના પુત્રી, મહેન્દ્રભાઇ, જયેશભાઇ, વસંતબેન, શિલ્પાબેનના માતા, રસિકલાલ દોશી, વીરેનભાઇ મોરબિયા, જ્યોતિબેન, કૃપાલીબેનના સાસુ, સ્વ. મણિલાલભાઇ, સ્વ. મગનલાલભાઇ, સ્વ. પોપટલાલભાઇ, માવજીભાઇ, સ્વ. ગંગાબેન સ્વરૂપચંદ મહેતા, સ્વ. મણિબેન છોટાલાલ ખંડોલસ્વ. મંછીબેન રાજપાર મહેતાના ભાભી, બાબુલાલ શંભુલાલ મોરબિયા, પ્રેમીલાબેન પ્રભુલાલ ઝોટાના બહેન, વંશ, રૂત, પલ, બિંદી કુશલકુમાર મોરબિયાના દાદી, નીરવ, રાજ, રીવા, ઇવા, આર્યવીરના નાની તા. 13-3-2025ના સુરત ખાતે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક જયેશભાઇ શાહ 92281 10317.

ભુજ : જત આમદ મામદ (દૂધવાળા) (ઉ.વ. 46) તે અસલમ તથા સમીરના પિતા, જત જુસબ મામદના ભાઇ, ઉમર ઇબ્રાહીમ (ટાંકણાસર)ના કાકાઇ ભાઇ, દાઉદ ભચલ (ટાંકણાસર), અલી ભચલ (ભુજ), મામદ અલુ (માતાના મઢ)ના ભત્રીજા, ઇબ્રાહીમ સુમાર, ઓસમાણ આચાર અને રમજુ આચારના માસિયાઇ ભાઇ તા. 14-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-3-2025ના રવિવારે સાંજે 5.30થી 6.30 શાંતિનગર, રતીતરાઇ, જત ફળિયું નિવાસસ્થાન ખાતે.

ભુજ : હાલે લંડન બાર્બરા કનક અજાણી (રાજગોર) (ઉ.વ. 85) તે કનક મૂળજી રાજગોરના પત્ની, સ્વ. વેલબાઈ મૂળજી અજાણીના પુત્રવધૂ, ગેઈલ તથા દિનના માતા, સ્વ. ઝવેરબેન મોતીરામ બાવા, સ્વ. હરિશંકર મૂળજી અજાણી, ગં.સ્વ. પુષ્પાબેન બળવંતરાય જોષી, ગં.સ્વ. જ્યોત્સનાબેન રસીકલાલ નાકર, ગં. સ્વ. ઉર્મિલાબેન વસંતરાય નાકર, ગં.સ્વ. ગીતાબેન ચંદુલાલ ભટ્ટ, સ્વ. શૈલેશ મૂળજી અજાણીના ભાભી, સ્વ. નર્મદાબેન હરિશંકર અજાણીના દેરાણી, ગં.સ્વ. સવિતાબેન શૈલેશ અજાણીના જેઠાણી, નીલેશ (એમ્પાયર ટાવર), પ્રીતિબેન શૈલેશ નાકર (યુ.એસ.એ.), ફાલ્ગુનીબેન નરેશભાઈ સોની, ચંદ્રિકાબેન અંકિતભાઈ પ્રજાપતિ, ભાવિક, યોગેશના કાકી, જ્યોતિ નીલેશ અજાણી, પાયલ ભાવિક અજાણીના કાકીજી, કેરેન નકુલભાઈ ભટ્ટ, પ્રિન્સ, સોફિયા, રોઝ, દેવ, સ્તુતિના દાદી, રિશી, ધ્રુવ, રાજ, માનિંદ્ર, કેયા, ઝેકના નાની તા. 15-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-3-2025ના સોમવારે સાંજે 5થી 6, ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી, શિવકૃપાનગર, માંડવી ઓક્ટ્રોય, ભુજ ખાતે.

ગાંધીધામ : દેશી લોહાણા હસમુખભાઇ બબલદાસ ઠક્કર (કાનાબાર) (ઉ.વ. 60) તે સુરેશભાઇના ભાઇ, સ્વ. દિનેશભાઇ, કનૈયાલાલ, ડાયાલાલ, નીરુબેન રમેશકુમારના કાકાઇ ભાઇ, વિજય, નીકિતાના કાકા તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું બપોરે 2થી 4, પ્રાર્થનાસભા સાંજે 5થી 6 તા. 16-3-2025ના રવિવારે નૂતન લોહાણા મહાજનવાડી, ભારતનગર ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : રેખાબેન લાલસિંહ ગલસાર તે અજિતસિંહ ગલસાર અને અજય ગલસારના માતા, નીરવ, સિદ્ધાંત, શીખાના દાદી તા. 13-3-2025ના અવસાન પામ્યા છે.  પ્રાર્થનાસભા તા. 16-3-2025ના રવિવારે સાંજે 5થી 6, લાયન્સ કલબ ગાંધીધામ ખાતે.

આદિપુર : રેખાબેન લાલસિંહભાઇ ગલસાર (ઉ.વ. 88) તે સ્વ. લાલાસિંહભાઈ કે. ગલસારના પત્ની, અજીતભાઈ, અંજુબેન, અજયભાઈ અને સ્વ. કોમલના માતા, નીરવ, ડો. શિખા (સંજીવની વૂમન્સ હોસ્પિટલ) અને સિદ્ધાંતના દાદી, મીનાક્ષીબેન, જયશ્રીબેન, કિશોરભાઈ, રાજેશભાઈના સાસુ તા. 13-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.16-3-2025ના રવિવારે સાંજે 5થી 6, લાયન્સ ક્લબ ગાંધીધામ ખાતે. 

આદિપુર : મૂળ ચાવડકા હાલે સહડોલના મદનભાઇ રામજીભાઇ જોષી (ઉ.વ. 63) તે સ્વ. પ્રભાબેન મદનભાઈ જોષીના પતિ, સ્વ. મૂલબાઈ રામજી પ્રેમજી જોષીના પુત્ર, સ્વ. દેવકાબેન શંકરલાલ દાજી જોષીના જમાઈ, સ્વ. રામજી ભારા (ઉનડોઠ)ના દોહિત્ર, વિનોદભાઈ (આદિપુર)મનોજભાઈ (સહડોલ), સ્વ. વિમળાબેન વસંતભાઈ જોષી (દહીંસરા), મુકતાબેન કાનજી જોષી (નખત્રાણા), સવિતાબેન દિલીપભાઈ જોષી (ગઢશીશા), મૂળજીભાઈ, વીરજીભાઈ, સ્વ. મોહનભાઈ, સ્વ. છગનભાઈ, જમનાબેન, સ્વ. હકુબેન, હેમલતાબેનના ભાઈ, ભાવિકા જોષી (વિથોણ), નિશાંતના પિતાદીપેન મંગલદાસ જોષીના સસરા, ઉષાબેન વિનોદ જોષીના દિયર, સરિતાબેન મનોજ જોષીના જેઠ, ચંદુલાલ શંકરલાલ જોષી (નખત્રાણા), પ્રતાપભાઈ શંકરલાલ જોષી (ભુજ), પુષ્પાબેન રેવાશંકર જોષી (મુલુંડ), સ્વ. રસીલાબેન ખરાશંકર જોષી (નખત્રાણા)ના બનેવી, સચિન, હેશ્રી, ખરાશંકર, પ્રવીણ, નીલેશ, જગદીશ, જયેશના કાકા, હર્ષિત, પ્રિયાંશુના મોટાબાપા, અક્ષતના નાના તા. 15-3-2025ના  અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-3-2025ના મંગળવારે ઓમ મંદિર 3-બી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે આદિપુર ખાતે, બપોરે 3થી 5.  

નલિયા : કચ્છી બ્રહ્મક્ષત્રિય ગં.સ્વ. કંકુબેન મૂળજી છાટબાર (ઉ.વ. 93) તે સ્વ. મૂળજી વેલજી છાટબાર (ડુમરા હાલે નલિયા)ના પત્ની, દિનેશ, સ્વ. જિતેન્દ્ર, પુષ્પા મનસુખ શનિશ્ચરા, પ્રફુલ્લ, સ્વ. લહેરી, હર્ષદના માતા, સ્વ. વાલજી કાનજી લિયા (રતાડિયા ગણેશવાલા)ના પુત્રી, સ્વ. મોનજી, સ્વ. પ્રેમજી, સ્વ. હંસરાજના બહેન, દીપા, નિહારીકા, જિજ્ઞા, મનસુખલાલ મંગલદાસ શનિશ્ચરાના સાસુ, રોબિન, કપિલ, શ્યામ, કૃપા, રુદ્રના દાદી, સોનલ, ધારા, પલ્લવીના દાદીસાસુ, આનંદના નાની, ટીશા, ખુશી, જય, શૌર્યના પરદાદી, સ્વ. ડુંગરશી કાનજી, વસંત ગાંગજી, સ્વ. રમેશ ખીમજી, સ્વ. પ્રવીણ (નંદલાલ) પોપટલાલના કાકી તા. 14-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-3-2025ના સોમવારે બપોરે 3થી ભાનુશાલી મહાજનવાડી, ભાનુશાલી ફળિયા, નલિયા ખાતે.

રાપર : મૂળ સાંતલપુરના ગોરી ઇમરાનખાન સલીમખાન તે અલીખાન, આલમખાન, ફિરોઝના ભત્રીજા, રફીકખાન ઈકબાલખાનના ભાઈ, ચૌહાણ હુશેનભાઈ રહેમાનભાઈના જમાઈ તા. 14-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-3-2025ના સોમવારે સાંજે અસર નમાજ બાદ નિવાસસ્થાન રાપર (વાગડ) ખાતે.

લોરિયા (તા. ભુજ) : જાડેજા ભીમજી ઉર્ફે રાણાજી દીપાજી (ઉ.વ. 42) તે દીપાજી કેશરજીના પુત્ર, સ્વ. તુગાજી, મેઘરાજજી, લખાજીના ભત્રીજા, ઉમરાજી દીપાજી, સ્વ. કરણજીના નાના ભાઇ, સુરુભા મેઘરાજજી, ખેતાજી તુગાજી, ખેતુભા, શિવુભા, દાનાજીના કાકાઇ ભાઇ, સોઢા નગજી ભાવસંગજી (ઝુરા કેમ્પ)ના જમાઇ તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 21-3-2025ના શુક્રવારે રાત્રે આગરી તેમજ તા. 22-3-2025ના શનિવારે સવારે બારસવિધિ અને સાદડી નિવાસસ્થાન આથમણાવાસ લોરિયા ખાતે. 

બળદિયા (તા. ભુજ) : વિજયાબેન (ઉ.વ. 42) તે હિંમતલાલ વીરજી શેખાના પત્નીગં. સ્વ. લાછબાઇ, વીરજી, ગં.સ્વ. માનબાઇ મગા (પત્રી), અમૃતબેન, સ્વ. અમૃતલાલ ખીમજી, મનજી ખીમજી, નરસી (માધાપર)ના પુત્રવધૂ, શેખા પ્રેમજી વીરજીના ભાઇના પત્ની, નવીતાબેન પ્રેમજીના દેરાણી, કેસરબેન ભીમજી (અવધનગર), રામીબેન મૂરજી (માધાપર), ગીતાબેન મગન (ભુજોડી)ના ભાભી, ભાવિન, વિશાલ અને અભયના માતા, વિજય, દિવ્યાબેન જિજ્ઞેશ (માધાપર)ના કાકી, જયંતીલાલ, કિશોર, રાજેશના ભાભી, સ્વ. ઉમરા વેલા (ગઢશીશા)ના પૌત્રી, રૂપાણી વેરશી ઉમરાની પુત્રી, રૂપાણી હેમરાજ ઉમરા, રૂપાણી કિશોર ઉમરા, રૂપાણી ગોપાલ હમીર, ગોવિંદ હમીર, અરજણ હમીર, લખમશી હમીર, વેરશી હમીર, જીવરાજ હીરજી, સ્વ. ખીમજી હીરજી, સ્વ. વાલજી હીરજી, ગરવા દક્ષાબેન બાબુલાલ (માધાપર)ના ભત્રીજી, લક્ષ્મી મુકેશ (કોટડા જ.), ફૂલવંતી દિનેશ (મંજલ), વૈશાલી, ડિમ્પલ, કોમલ, વિવેક, જગદીશ, પ્રફુલ્લ, પરેશ, ભારતીબેન પરસોત્તમ (કુરબઇ), વંદના મુકેશ (મંજલ)ના બહેનસ્વ. નથુ કાનજી શેખા (ભુજ)ના દોહિત્રી, ભીમજી નથુ, સ્વ. શંકર નથુના ભાણેજી તા. 15-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી-પાણિયારું તા. 19-3-2025ના સવારના 9 વાગ્યે નિવાસસ્થાન બળદિયા ખાતે.  

મોટા રેહા (તા. ભુજ) : મૂળ કુવાપદ્ધરના દમયંતીબેન (ઉ.વ. 65) તે રમણીકભાઈ જેરામભાઈ પીનારાના પત્ની, ગં. સ્વ. સાકરબેન મીઠુભાઈ  સોલગામાના પુત્રી, આશાબેન, સંદીપભાઈ, અમિતભાઈના માતા, નીતિનભાઈ સીતાપરા, ભૂમિકાબેનના સાસુ, મીત, સાક્ષીના નાની, નીહિતના દાદી, સ્વ. કસ્તૂરબેન, ગં. સ્વ. ઝવેરબેન, ગુણવંતીબેનના ભાભી, હંસાબેન, ઇન્દુબેન, સ્વ. ભાવનાબેન, કલ્પનાબેનના મોટાબહેન તા. 14-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા  તા.17-3-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 ગુર્જર ક્ષત્રિય સમાજવાડી મોટા રેહા ખાતે.

તુણા (તા. અંજાર) : કાજી ફાતમાબેન અબામિયાભાઇ (ઉ.વ. 65) તે અબામિયાભાઇના પુત્રી, કાજી અબ્દુલ રઝાક અબામિયા, કાજી અબ્દુલ ગની અબામિયાના બહેન, કુંભાર વસીમ હુસેન (માનકૂવા), કુંભાર કામીલ હુસેન (માનકૂવા), કુંભાર અસ્મા સુલતાનના માતા, કુંભાર સુલતાન સિધિક (તુણા)ના સાસુ, કાજી રશીદ અબ્દુલરઝાક, કાજી ફરીદ અબ્દુલરઝાક, કાજી અબ્દુલ મજીદ અબ્દુલગનીના ફઇ, પઠાણ જમાલભાઇ ધોરાજીવાળાના માસી તા. 15-3-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 17-3-2025ના સોમવારે અસર નમાજ બાદ નિવાસસ્થાન તુણા ખાતે. 

સિનુગ્રા (તા. અંજાર) : દેવજીભાઇ હરજીભાઇ વિસરિયા (ઉ.વ. 65) તે પુરબાઇના પતિ, દેવરિયા મીરાબેન હરેશભાઇ (મુંબઇ), ધેડા જ્યોત્સના હરેશભાઇ (અંજાર), બળગા નીતાબેન અશોકભાઇ (સાપેડા), ધેડા મયુરીબેન સંદીપભાઇ (અંજાર), સીજુ ભાવનાબેન હરેશભાઇ (ગળપાદર), આયડી હંસાબેન ધર્મેશભાઇ (રામાણિયા)ના પિતા, સ્વ. નારાણભાઇ અને સ્વ. વાલજીભાઇ હરજીભાઇ વિસરિયા (રાજકોટ)ના ભાઇ, રામજીભાઇ પચાણભાઇ વિસરિયા, લક્ષ્મણભાઇ વિસરિયાના કાકાઇ ભાઇ, નાગશીભાઇ પાચાભાઇ માંગલિયા (વરલી)ના જમાઇ તા. 14-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 16-3-2025ના જાગ (આગરી) તા. 17-3-2025ના પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાને સિનુગ્રા જૂનાવાસ ખાતે. 

મોટા ભાડિયા (તા. માંડવી) : ગાંગજી કમાભાઇ ધેડા (ઉ.વ. 70) તે આશબાઇના પતિ, સામત કમા ધેડાઅશોક કમા ધેડા, પાલુ કમા ધેડા, તેજા કમા ધેડા, ડાઇબાઇ રાયશી અબચુંગ, લક્ષ્મીબેન કરશન અબચુંગ, રાણબાઇ મેઘજી અબચુંગ (પીપરી)ના ભાઇ, બાબુલાલ, અરવિંદ, ધનબાઇ, નંદુબેન, સોનાબેન, માલાબેનના પિતા તા. 14-3-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (પાણી) તા. 20-3-2025ના નિવાસસ્થાને.  

બાગ (તા. માંડવી) : સુમરા અમીનાબાઇ ઓસમાણ (ગઇધર) (ઉ.વ. 90)  તે હાજી ઉમરના ભાભી, નૂરમામદ, ઇસ્માઇલના માતા, નાસિર, નૌશાદ, રીઝવાન, ઇમરાનના દાદી તા. 13-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-3-2025ના રવિવારે સાંજે અસર નમાજ બાદ બાગ જામોતર ફળિયા ખાતે.

વિરાણિયા (તા. મુંદરા) : લાલજી દેવજી પાતારિયા (ઉ.વ. 44) તે સ્વ. દેવજી ગાગાના પુત્ર, કાંતાબેનના ભાઇ, હિતેશ, હરેશ, દિવ્યાના પિતા, સ્વ. વેલજી મગા તથા નાનજી મગાના  કાકાઇ ભાઇ, કેશવજી, રાઘવજી, વાછિયાભાઇ, ચનાભાઇના ભત્રીજા, ભારમલ ખીમજી પારિયાના જમાઇ તા. 13-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થયેલ છે.

વિથોણ (તા. નખત્રાણા) : ચૌહાણ ખેતાજી સોભાજી (ઉ.વ. 85) તે રાણાજી તથા હાલાજીના મોટા ભાઈ, વચાજી, રૂપાજીના પિતા, ખિરાજ, કલુભા, દાદુભા, વિક્રમના મોટાબાપુ, મયૂર, જિગર, સુરેશ, સરૂપના દાદા, શિવજી, ઉમિયા, ખીમજી (રાજસ્થાન)ના સસરા તા. 15-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને, તા.24-3-2025ના રાત્રે દિવાની રાત, તા. 25-3-2025ના સવારે આનંદનગર વિથોણ ખાતે.

મોસુણા (તા. નખત્રાણા) : રબારી ભચીબેન ભીખા (ઉ.વ. 85) તે લાખાભાઇ, મંગલભાઇ, રામીબેન, લખીબેન, સોનીબેન, લાછુબેનના માતા, જસીબેનના બહેન, રાણીબેનના સાસુ, આનંદી, ફોરમના દાદી, રાણા મામૈયા ખટાણા (ભુજોડી)ના પુત્રી તા. 13-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થસાન મોસુણા ખાતે. 

નખત્રાણા નવાવાસ : અમૃતલાલ પ્રેમજી ભાદાણી (ઉ.વ. 78) તે ગૌતમભાઇ, સુરેશભાઇ, દિનેશભાઇ, હિનાબેન (સુરત)ના પિતા, નિકુંજ, કૌશલ, પીયૂષ, ભૂમિ, દિયા, ધ્યાનીના દાદા તા. 13-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-3-2025ના રવિવારે બપોરે 3.30થી 5.30 નવાવાસ પાટીદાર સમાજવાડી નં. 1, સાદડી તેમના નિવાસસ્થાને સવારે 8.30થી 10.30, બપોરે 3.30થી 5.30. 

કોટડા (જ.) (તા. નખત્રાણા) : ગોસ્વામી રિંકુબેન (ઉ.વ. 30) તે શાંતિલાલ (પપ્પુપુરી)ના પત્ની, રસીલાબેન રામપુરી, સ્વ. શંકરપુરી કરશનપુરી (ખાંભલા), હરિપુરી, બુધુપુરી, શંભુપુરી બચુપુરી, પરબતપુરી, ચેતનપુરી કાશીપુરી, ગૌરીબેન હરિપુરી, પ્રભાબેન બુધુપુરી, રાધાબેન બાબુપુરી, ગં.સ્વ. કમળાબેન શંકરપુરી (ગળપાદર)ના પુત્રવધૂ, અનસૂયાબેન જયંતીગર, પ્રેમીલાબેન પરેશભારથીના ભાભી, હેતપુરી, દીપપુરીના માતા, ગીતાબેન રામપુરી મંગલપુરી (લાયજા)ના પુત્રી, વિક્રમપુરી, દર્શનપુરી, અંજલિના બહેન, પરસોત્તમપુરી, શિવપુરી, દામપુરીના ભત્રીજી, જિગરપુરી, નિકુંજપુરી, નિખિલપુરીના મોટાબાપજા પુત્રી, સુરેશપુરી બાબુપુરી, જીતુપુરી, ઘનશ્યામપુરી, દીપકપુરી, રાજેશપુરી (અમદાવાદ)ના ભાભી તા. 14-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-3-2025ના બપોરે 3થી 5 મોટી પાટીદાર સમાજવાડી બસ સ્ટેશન પાસે તેમજ ઉત્તરક્રિયા નિવાસસ્થાન કોટડા (જ.) નખત્રાણા ખાતે.  

ખારડિયા (તા. નખત્રાણા) : કેશવલાલ હેમરાજ ત્રિવેદી (ઉ.વ. 70) તે કવિતાબેન રાધેશ્યામના પિતા, સ્વ. ખેતરામ મેઘરાજ ઓઝાના જમાઇ, સ્વ. અમોલખ, સ્વ. ગિરધારીલાલ, નંદલાલ, રમેશ, જગદીશ, પ્રેમ, પ્રકાશીબેન, ઇશ્વરીબેન, મીતાબેનના બનેવી તા. 12-3-2025ના પાકિસ્તાન ચેલાર ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-3-2025ના સાંજે 5થી 6 ખારડિયા તા. નખત્રાણા ખાતે. 

રાજકોટ : મૂળ દીવના રેવાબેન હિંમતલાલ ચૂડાસમા (ઉ.વ. 92) તે સ્વ. હિંમતલાલ ચૂડાસમાના પત્ની, સ્વ. વિષ્ણુદાસ, સ્વ. માનસિંગ, સ્વ. રવીન્દ્ર, સ્વ. નવીનચંદ્રના બહેન, જયંતકુમાર હિંમતલાલ ચૂડાસમા, રજનીબેન (કેનેડા), ભાવનાબેન (લંડન), હર્ષાબેન (મોઝામ્બિક), લીના (લિસ્બન)ના માતા તા. 12-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 17-3-2025ના સાંજે 4થી 6, નિવાસસ્થાન `રેવાકુંજ', વાણિયાવાડી મેઇન રોડ, મારકણા હોસ્પિટલ પાસે, રાજકોટ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd