• બુધવાર, 24 જૂન, 2026

અવસાન નોંધ

ભુજ : રીટાબેન દીપકભાઈ વિઠ્ઠા (ઉ.વ. 58) (ઇન્સ્ટાઇલ બ્યૂટી હબ) તે ગં.સ્વ. નર્મદાબેન વલ્લભરામ વિઠ્ઠાના પુત્રવધૂ, દીપકભાઈ વલ્લભરામ વિઠ્ઠા (લક્ષ્મી ફ્રૂટ એન્ડ વેજિટેબલ)ના પત્ની, રાજ (એંકર સીટ્રાન્સ-ગાંધીધામ) (એંજલ શાપિંગ એન્ડ લોજિસ્ટિક-ગાંધીધામ), પાર્થના માતા, પૂજા અને એકતાના સાસુ, ધ્રુવના દાદી, સ્વ. હસ્તાબેન ભગવાનજી માકાણીના પુત્રી, મોહિનીબેન અને દક્ષાબેનના દેરાણી, જિજ્ઞાબેન, લતાબેન, નિશાબેન (નિપમ)ના જેઠાણી, ઉમંગીલાલ, જયપ્રકાશભાઇ, મહેશભાઈ, હિતેષભાઇ, હિરેનભાઈ, ગં.સ્વ. સુશીલાબેન મંગલભાઈ ઘડિયાલી, ચંપાબેન ઉમિયાશંકર ગોર, ભાનુબેન મહેન્દ્રભાઈ ઘડિયાલી, સ્વ. કોકિલાબેન ભાસ્કરભાઈ મોતાના ભાભી, મધુબેન હરિલાલભાઈ મોતા (ગાંધીધામ), ગં.સ્વ. લતાબેન સુધાકરભાઈ મચ્છર, સ્વ. જગદીશભાઈ, મહેશભાઈના બહેન, ગં.સ્વ. ઉષાબેન અને સ્વ. વનિતાબેનના નણંદ તા. 22-6-26ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-6-2026ના બુધવારે સાંજે 5થી 6 વી.બી.સી. વાડી, આર.ટી.ઓ સર્કલ, ભુજ ખાતે.

ભુજ : હરેશ મિત્રી (ખેતાણી) તે નિર્મળાબેન પ્રભુદાસના પુત્ર, વર્ષાબેનના પતિ, વિવેક, કુશલ, દિયાના પિતા, પાર્થના સસરા, ભાવેશ, બળદેવ, સ્વ. પ્રવીણાબેન, કુસુમબેન, ભૂમિકાબેન, પુષ્પાબેન, જયશ્રીબેન, પૂનમબેનના ભાઇ, જ્યોતિ, દીપિકાના જેઠ, ધ્રુવિશા, નવ્યા, રૂઇ, ધ્રુતિ, હરવીકાના મોટાબાપા, ગં.સ્વ. લીલાવંતીબેન રવજીભાઇના જમાઇ, પ્રકાશ, ચેતનાબેનના બનેવી, આશાના નણદોયા, સ્વ. દીપક, રમેશ, ગિરીશ, રમેશ, વનરાજ, ભૂપેન્દ્રના સાળા, જિજ્ઞેશ, પુનિતા, શ્રદ્ધા, નીકિતા, યશ, રાજવી, રિશી, અકસ્વના મામા, નિખિલ, જય, મૈત્રીના માસા, હેમલ અને મોહિતના ફુવા તા. 23-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-6-2026ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 સલાટ સમાજવાડી, ડાંડીવાળા હનુમાન મંદિરની બાજુમાં, ભુજ ખાતે.

અંજાર : હાલે મજગાંવ-મુંબઇ રમેશભાઇ મજેઠિયા (ઉ.વ. 65) તે સ્વ. શાન્તાબેન વિરજી મજેઠિયાના પુત્ર, દક્ષાબેનના પતિ, અમિત, ભાવિકાના પિતા, સ્વ. સાકરબેન નારાણજી દૈયા (કોટડી મહાદેવપુરી-બાયઠ)ના જમાઇ, રમેશચંદ્ર (ભુજ), સ્વ. કાન્તિલાલ (નાલાસોપારા), યજ્ઞેશ (ગાંધીધામ), સ્વ. લક્ષ્મીબેન કતિરા (બોરીવલી), પુષ્પાબેન કતિરા (મુલુંડ), વિમળાબેન કેસરિયા (મુલુંડ), ગીતાબેન સેજપાલ (ઘાટકોપર), મીનાબેન ગણાત્રા (મુલુંડ), હર્ષાબેન રાયમંગિયા (મોથાળા-ભુજ), અલ્કાબેન બારૂ (કોટડા-જ.)ના બનેવી, સરલાબેન (ભુજ), કલ્પનાબેન (નાલાસોપારા), પૂનમબેન (ગાંધીધામ)ના નણદોયા, મનીષા કેસરિયા (ભુજ), કાશ્મીરા પલણ (ભુજ), શ્રુતિ જોબનપુત્રા (નખત્રાણા), પ્રિયંકા રાયકુંડલિયા (મુલુંડ), મેહુલ, અંકિત, રુદ્રાક્ષીના ફુઆ તા. 23-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-6-2026ના ગુરુવારે સાંજે 5થી 6.30 લોહાણા મહાજનવાડી ગ્રાઉન્ડ ફલોર, મુલુંડ-મુંબઇ ખાતે.

અંજાર : ઘાંચી હાજી હસન ઇબ્રાહિમ (પટેલ) (ઉ.વ. 75) તે ઘાંચી હાસમના મોટા ભાઇ, ઘાંચી હાજી અમીરઅલી, ઘાંચી ગનીના પિતા, ઘાંચી આમીન, ઘાંચી સમીર, ઘાંચી મોહમદના દાદા તા. 23-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-6-2026ના ગુરુવારે સવારે 11થી 12 શેખ સમાજવાડી, અંજાર ખાતે.

સરસપર (તા. ભુજ) : ખાસા રૂપાભાઇ જેઠાભાઇ (ભગતાણી) (ઉ.વ. 78) તે પૂનાભાઇ, સ્વ. વેલાભાઇ, ગોપાલભાઇ, ભીમાભાઇના ભાઇ, હીરાભાઇ, કાનજીભાઇના પિતા તા. 23-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન સરસપર ખાતે.

કલ્યાણેશ્વર-2 (ગડા પાટિયા) (તા. ભુજ) : પરમાર રમેશ અમૃતલાલ (ઉ.વ. 59) (જિલ્લા પંચાયત સેલ્સ ટેક્સ રિટાયર્ડ) તે સ્વ. રતનબેન અમૃતલાલ પરમારના પુત્ર, મંજુલાબેનના પતિ, દેવજીભાઇ, સ્વ. જખુભાઇ, પરબતભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, શિવજીભાઇ, નારાણભાઇ, બાબુભાઇ, હીરાબાઇ, કમલભાઇ, રામજીભાઇ, બાબુભાઇ, માનુબેન, પ્રેમિલાબેનના ભાઇ, નયનાબેન, ગીતાબેન, જ્યોતિબેનના પિતા, વિશાલના મોટાબાપા તા. 22-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 27-6-2026ના શનિવારે સાંજે આગરી તથા તા. 28-6-2026ના રવિવારે સવારે ઘડાઢોળ (પાણીયારું) નિવાસસ્થાન કલ્યાણેશ્વર સોસાયટી-2, ગડા પાટિયા પાસે.

વરસામેડી (તા. અંજાર) : લાખાભાઇ ગાવિંદભાઈ ભીલ (સોઢા) (ઉ.વ. 80) તે મેઘબાઇના પતિ, કરશનભાઇ, દીપકભાઈના પિતા, સ્વ. રામજીભાઇ વીરાભાઇ રાઠોડ (વડાલા)ના જમાઇ, સ્વ. હાંસબાઈ, સ્વ. ગાવિંદભાઇના પુત્ર, અનિલભાઈ, નવીનભાઈ, રાજના દાદા તા. 22-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 3-7-2026ના શુક્રવારે સવારે 11 કલાકે ઘડાઢોળ (પાણી) તથા રાત્રે આગરી નિવાસસ્થાન વરસામેડી (તા. અંજાર) ખાતે.

રામણિયા (તા. મુંદરા) : જાડેજા જીવુભા પ્રેમસંગ (ઉ.વ. 61) તે જાડેજા પ્રતિપાલાસિંહ, જાડેજા જયપાલાસિંહના પિતા, જાડેજા ધર્મેન્દ્રાસિંહ, જાડેજા જયરાજાસિંહના મોટાબાપુ તા. 23-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 29-6-2026 સોમવાર સુધી તથા ઉત્તરક્રિયા તા. 4-7-2026ના શનિવારે ક્ષત્રિય સમાજવાડી, રામાણિયા ખાતે.

ધ્રબ (તા. મુંદરા) : જરીનાબાઇ (ઉ.વ. 52) તે નૂરમામદ ગની તુર્કના પત્ની, સલીમના માતા, રજાક, મહેબૂબના ભાભી, સલીમ અ. શકુર તુર્ક, જુસબ જાકબ તુર્ક, મામદહુશેન કાદર તુર્ક, રફીક કાસમ તુર્કના સાસુ તા. 23-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-6-2026ના ગુરુવારે સવારે 10.30થી 11.30 તુર્ક જમાતખાના, ધ્રબ ખાતે.

નાના આસંબિયા (તા. માંડવી) : જાડેજા મંગળસિંહ (ઉ.વ. 93) તે સ્વ. જાડેજા ગુમાનસિંહ આલીયાજીના પુત્ર, કલ્યાણસિંહ, દિલાવરસિંહ, રણજિતસિંહ, ધીરજબા (ભલગામડા)ના મોટા ભાઇ, હિંમતસિંહ, રાજેન્દ્રસિંહ, ઉમેદસિંહ, મહેન્દ્રસિંહ, રાજુબા (પરાલી)ના પિતા, બહાદુરસિંહ, પ્રતાપસિંહ, દશરથસિંહ, કિશોરસિંહ, ભૂપેન્દ્રસિંહ, નિર્મળસિંહના મોટાબાપુ, જયવીરસિંહ, ગિરિરાજસિંહ, રુદ્રસિંહ, કુલદીપસિંહ, જયદીપસિંહ, સિદ્ધરાજસિંહ, કિશનસિંહ, પૂનમબા, ચંદ્રિકાબા (ડેરવાળા), રેખાબા (લીમલી)ના દાદા, માન્યરાજ, રીતિક્ષાબાના મોટા દાદા તા. 23-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 29-6-2026 સુધી દરબાર ડેલી, નાના આસંબિયા ખાતે. ઉત્તરક્રિયા તા. 4-7-2026ના શનિવારે નિવાસસ્થાને.

ખીરસરા-વિંઝાણ (તા. અબડાસા) : સાલેમામદ જાકબ ડાડા હિંગોરા (ઉ.વ. 65) તે હિંગોરા હાજીઆધમ ડાડાના ભત્રીજા, મ. અલીમામદ જાકબ, હારૂન જાકબ, અબ્દુલ્લા જાકબ, કાસમ જાકબના ભાઈ, સલીમભાઈ (યશ વોટર-મુંદરા), કાદરભાઈ (ભારત ગેસ), અસ્લમ, રજાકના પિતા, આમદ અલીમામદ, ઇમરાન અલીમામદ, યુનસ હારૂન, ઈરફાન કાસમ, ઈકરામ અબ્દુલ્લાના કાકા, સિકંદર સુલેમાન, મ. દાઉદ અલીમામદના મામા, આમદ સત્તારના બનેવી તા. 22-6-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 25-6-2026ના ગુરુવારે કુર્આન ખ્વાની સવારે 9થી 10, તકરીર સવારે 10થી 11 હુસૈની મસ્જિદ, ખીરસરા (વિં.) ખાતે. સૈયદ અલ્લામા અલહાજ બશીરબાપુ (અકબરી) સાહેબની તકરીર બાદ જિયારત સાદગીપૂર્વક યોજાશે.

રાજકોટ : ચંદ્રકાન્ત (ચંદુભાઇ) કોટક (ઉ.વ. 62) તે વસંતલાલ સુખલાલ કોટકના પુત્ર, ભાર્ગવ, ડોલી, પૂજાના પિતા, શૈલેશભાઇ, સંજયભાઇ, આરતીબેનના ભાઇ, હર્ષાબેનના પતિ, સ્વ. કેશવલાલ ભગવાનજીભાઇ બુદ્ધદેવ (અલિયાબાળા)ના જમાઇ તા. 22-6-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું-પીયર પક્ષની સાદડી તા. 25-6-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 રાતિયા હનુમાન, આમ્રપાલી સિનેમા પાછળ, રાજકોટ ખાતે.

મુંબઇ : મૂળ કોઠારાના હિમાંશુ તન્ના (ઉ.વ. 63) તે સ્વ. વસંતકુમાર નારાયણજી હંસરાજ ઠક્કર (તન્ના) તથા સ્વ. ક્રિષ્નાબેનના જયેષ્ઠ પુત્ર, પ્રીતિ (પ્રતિમા)ના પતિ, ગં.સ્વ. ધનલક્ષ્મીબેન ખીમજીભાઇ કતિરા (કચ્છ-નેત્રા માતાજી)ના જમાઇ, સંજયભાઇ, હેતલબેન (હિના) નીતિન ગંગારામ ઠક્કર (પાંધી)ના મોટા ભાઇ, પ્રિયા સંજય ઠક્કરના જેઠ, દેવાંશ સંજય ઠક્કરના કાકા, ધ્વનિ તેજસ ચોથાણી (ચેમ્બુર-કેનેડા)ના મામા તા. 22-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. 

Panchang

dd