ભુજ : મૂળ અમદાવાદના વિક્રમસિંહ જયસિંહ પરમાર (ઉ.વ. 49) તે રેખાબેનના પતિ, ગં.સ્વ. નિર્મળાબેન જયસિંહ પરમારના પુત્ર,
પાર્થવી અને સમર્જિતના પિતા, મોનાબેન (અમદાવાદ),
સ્વ. હરિન (મુંદરા), બ્રિજેશ (અમેરિકા)ના ભાઈ,
હેતલબેન, બિન્નીબેનના જેઠ, સંદીપકુમારના સાળા, જિમીત, જિઆન,
અદ્વયના મોટાબાપા, ડોલી અને મીતના મામા,
તુષારબેન સુરેશકુમાર પરમાર (નાસિક), મનોરમાબેન
(કેનેડા), સ્વ માલતીબેનના ભત્રીજા, ગં.સ્વ.
મધુબેન પ્રવીણભાઈ પીઠડિયા (ભચાઉ)ના જમાઈ, રાજુભાઈ, સ્વ. જયેશભાઈ, પ્રીતિબેનના બનેવી, મૃદુલાબેન, અરુણાબેન, સ્વ. દેવશીભાઈ,
સ્વ. બાબુભાઈ હર્ષદભાઈ, સ્વ. પીયૂષભાઈ હરેન્દ્રભાઈ,
મૃગેન્દ્રભાઈ (કેનેડા)ના ભાણેજ તા. 24-6-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 26-6-2026ના શુક્રવારે સવારે 10.30 વાગ્યે નિવાસસ્થાન 9-11/એ, સ્વામિનારાયણ નગર-2, ભક્તિ પાર્ક, શનિ મંદિર સામે, મુંદરા
રોડ, ભુજથી નીકળી લોહાણા સ્મશાનગૃહ વી. ડી. હાઇસ્કૂલ પાસે જશે.
બેસણું તા. 27-6-2026ના
શનિવારે સાંજે પથી 6 માતાજી ચાગબાઈ
સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ
મંદિર, બસ સ્ટેશનની સામેની ગલીમાં, ભુજ
ખાતે.
અંજાર (ખારા પસવારિયા) : નવીનચંદ્ર લધુભાઇ રૂપારેલ (ઉ.વ. 71) તે સુશીલાબેનના પતિ, સ્વ. શાન્તાબેન લધુભાઈ રામજી (અજાપર)ના પુત્ર,
સ્વ. નેણશીભાઈ (અજાપર), જમનાદાસ (ભચાઉ),
રમેશચંદ્ર (અંજાર), સ્વ. જશોદાબેન રામજી કારિયા
(મુંબઇ -વિક્રોલી), સ્વ. મુકતાબેન રતિલાલ આડઠક્કર (ભુજ),
ગં.સ્વ. વનિતાબેન છગનલાલ (ભચાઉ), ગં.સ્વ. સાવિત્રીબેન
રતનશીભાઈ મજેઠિયા (હીરાપર), કમળાબેન રમેશકુમાર સોમેશ્વર (અંજાર)ના
ભાઇ, ગં.સ્વ. જયશ્રીબેનના દિયર, જ્યોત્સનાબેન,
લક્ષ્મીબેનના જેઠ, રાજુ (નરેન્દ્ર), સ્વ. વિનુ (વિનોદ), દિલ્પાના પિતા, હિનાબેન રાજુભાઈ, નીરજ અનિલભાઈ મજેઠિયાના સસરા,
ધ્રુવ, બંશીના દાદા, ભાવેશ,
ગિરીશ, નયના, શારદા,
કૌશલ્યાના કાકા, કાનો, જગદીશ,
સ્વ. ભક્તિ, ગીતા, સોના,
ભક્તિ, વિપુલા, સુનીતા રાજુના
મોટાબાપા, ડિમ્પલબેન, નિશાબેન, ભારતીબેન, દીપાલીબેનના મોટા સસરા, જય, ખુશી, હર્ષિલ, ધૈર્ય, દેવાંશ, રિશિકાના મોટા દાદા,
સ્વ. કાશીબેન મગનલાલ કારિયા (આંબલિયારા)ના જમાઈ, સ્વ. ચમનલાલ, રતિલાલ, ગં.સ્વ. ગંગાબેન
પ્રેમજીભાઈ, ગં.સ્વ. સાવિત્રીબેન ભગવાનજીભાઈના બનેવી,
સ્વ.ખીમજીભાઈ ઉમરશીભાઈ ઠક્કર (અંજાર)ના ભાણેજ તા. 25-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 27-6-2026ના
શનિવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા ખાતે.
મુંદરા : હાલે ઉદગીર (મહારાષ્ટ્ર) કંદોઇ જયંતીલાલ (નારાયણભાઇ)
કાનજી મકવાણા (ઉ.વ. 90) તે સ્વ. કાનજી
રવજી મકવાણાના પુત્ર, સાવિત્રીબેનના
પતિ, સ્વ. દામજીભાઇ (મુંદરા), સ્વ. જમનાબેન,
સ્વ. હીરાબેન (રાધનપુર), ચંપકભાઇ (આણંદ),
રમેશભાઇ (દેશલપર)ના ભાઇ, કિશોરભાઇ, સ્વ. મયૂરભાઇ, નીતાબેન (અમદાવાદ), માલુબેન (અંબેજોગાઇ)ના પિતા, ભક્તિબેન, વિજયભાઇ, મનીષભાઇ, પ્રીતિબેનના
સસરા, સ્વ. ગોપાલજી કરશનજી રૂપડા (અંજાર)ના જમાઇ, પ્રતીક, તેજલ, મીત, જયના દાદા, ભાવિનકુમાર (પુના), માધુરીના દાદાજી સસરા, શ્લોકા, હૃદયના પરદાદા, ધવલ, ફોરમ,
ઉદય, કૃણાલ, કૃપાના નાના
તા. 24-6-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર બંધ છે. સંપર્ક : કિશોરભાઇ-97662 78282, પ્રતીક-84840 95432.
મુંદરા : મૂળ સાંયરા (તા. અબડાસા)ના મંધરા હાજિયાણી રોમતબાઇ
(ઉ.વ. 101) તે મ. હાજી ઓસમાણના પત્ની, મ. હાજી ઇસ્માઇલ (માસ્તર), સાલેમામદ, હાજી નૂરમામદ (નિવૃત્ત પોલીસ- પ્રમુખ મંધરા
સમાજ), હાજી ઇબ્રાહિમ, મ. કાસમ,
હાજી અબ્દુલમજીદના માતા, હાજી હાસમ જુમા (સરપંચ
સાંયરા ગ્રામ પંચાયત)ના મોટા મા, હાજી અનવર હાજી ઇસ્માઇલ (પ્રમુખ
અબડાસા તાલુકા કોંગ્રેસ)ના દાદી તા. 25-6-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 28-6-2026ના રવિવારે સવારે 10.30 વાગ્યે જામા મસ્જિદ, સાંયરા (તા. અબડાસા) ખાતે.
ભચાઉ : મૂળ આધોઇના નટુભા સજુભા સોઢા (પૂજા મેડિકલ) (ઉ.વ. 60) તે સ્વ. જામભા ભૂપતાસિંહ સોઢા, કેસુભા ભૂપતાસિંહ સોઢા, મહેન્દ્રાસિંહ લખમણજી સોઢા, કિશોરાસિંહ લક્ષ્મણજી સોઢા,
જોરુભા ચંદુભા સોઢા, હેતુભા, બનુભા, દિલીપાસિંહ, પ્રવીણાસિંહ,
સરદારાસિંહના ભાઈ, રઘુવીરસિંહ, મહિપતાસિંહ, કર્મદીપાસિંહ, મયૂરાસિંહ,
યુવરાજાસિંહ અને ભગીરથાસિંહના કાકા, જયપાલાસિંહ
અને દિવ્યરાજાસિંહના પિતા, જયદિત્યરાજાસિંહ અને હરશિવરાજાસિંહના
દાદા તા.25-6-2026ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન
વર્ધમાનનગર, રામવાડી ભચાઉ ખાતે.
ધાણેટી (તા. ભુજ) : કાનજીભાઈ રાણાભાઈ રેમાણી (છાંગા) (ઉ.વ. 70) તે વાલાભાઈ રાણાભાઈ રેમાણી, લખીબેન વાલજીભાઈ માતા, સ્વ. સભીબેન ભચુભાઈ માતાના ભાઈ, દેવજીભાઈ, ડાઈબેન દેવજીભાઈ માતા, ગં.સ્વ. રાધાબેન હરિભાઈ ડાંગર
(એચ.આર.ડી.), કંકુબેન રાજેશભાઈ બાલાસરા, હસ્મિતાબેન હરિભાઈ માતાના પિતા, સુમિત દેવજીભાઈ રેમાણીના
દાદા, વિજય વાલાભાઈ રેમાણી, ગીતાબેન ભરતભાઇ
માતાના કાકા તા. 24-6-2026ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ધાણેટી ખાતે.
સુમરાસર-શેખ (તા. ભુજ) : ગાગલ મહેશ રણછોડભાઇ (ઉ.વ. 30) તે કરશન વસ્તા જેશાણીના પૌત્ર, રણછોડ કરશન (ભેંસોના દલાલ)ના પુત્ર,
હરિ કરશન, ધનજી કરશનના ભત્રીજા તા. 25-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન ઢોરી-સુમરાસર રોડ, સુમરાસર
ખાતે.
વવાર (તા. મુંદરા) : કરસન વશરામ બઢ્ઢા (ગઢવી) (ઉ.વ. 69) તે સ્વ. વશરામ ખેતશીના પુત્ર, રાજબાઈના પતિ, માણેક,
સ્વ. ભારૂભાઈ, સ્વ. ધનરાજભાઈ, માલબાઈ, પંજુબેન, મેગબાઈ,
નાગશ્રીબેનના ભાઈ, સ્વ. ગોપાલ, બબીબેન, દેવલબેન, આશાબેન,
હેતલબેનના પિતા, સુનીલ, માયાના
દાદા, ભક્તિ, નિશા, અંજલિ, ચેતના, વીર, તેજલ, નેહા, ક્રિષ્ના, અજયના નાના, રામભાઈ, કરસનભાઈ,
હરિભાઈના બનેવી તા. 25-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 25/26/27-06-2026ના નિવાસસ્થાન વવાર ખાતે.
પાણીઢોળ તા. 5-7-2026ના.
ગોયરસમા (તા. મુંદરા) : સમા જેઠુભા જસાજી (ઉ.વ. 92) (માજી ઉપસરપંચ બારોઇ જૂથ ગ્રામ
પંચાયત) તે સ્વ. જોધાજી, સ્વ. ચનુભા
જુણાજી, સ્વ. ભીભાજી, સ્વ. હઠુભા,
સ્વ. મંગુભાના ભાઇ, સ્વ. મહિપતસિંહ, અભાસિંહ, સુરુભા, કમળાબાના પિતા,
શિવમસિંહ અને સત્યમાસિંહના દાદા, સોઢા ઇન્દ્રસિંહ
રાણાજી (તડલા રાજસ્થાન)ના સસરા, સોઢા વિક્રમાસિંહ, સુમિતસિંહના નાના, કનુભા જોધાજી, દાનુભા જોધાજી, મનુભા જોધાજી, ભગુભા
જોધાજી, નવુભા જોધાજી, પ્રવીણાસિંહ જોધાજી,
દેવુભા ચનુભા, સવુભા ચનુભા, પ્રદીપાસિંહ હઠુભા, તખુભા હઠુભા, ભરતાસિંહ હઠુભા, સ્વ. રાજુભા ભીભાજી, દિલુભા ભીભાજી, ખેતુભા મંગુભા, રાણુભા મંગુભા, સુરૂભા મંગુભાના કાકા અને મોટાબાપુ,
સોઢા ભીમાજી મગાજી (કુરન)ના જમાઇ, પથુભા ભીમજી,
સ્વ. માધુભા ભીમાજી, ભુરૂભા શુજાજી સોઢાના બનેવી
તા. 23-6-2026ના અવસાન પામ્યા છે. તા. 2-7-2026ના ગુરુવારે આગરીની રાત અને
ઘડાઢોળ તા. 3-7-2026ના શુક્રવારે. સાદડી ક્ષત્રિય
સમાજવાડી, ગોયરસમા ખાતે.
ખારૂઆ (તા. અબડાસા) : સીજુ ધનજીભાઈ થાવરભાઈ (મહેશ્વરી) (ઉ.વ.
73) તે સ્વ. સીજુ હાસબાઈ થાવરભાઈ
કેશાભાઈના પુત્ર, લીલબાઈના પતિ,
રામજી, ગાવિંદ, ગં.સ્વ. ભાવનાબેન
મગનભાઈ કોચરા (વિંઢ હાલે માંડવી)ના પિતા, મગનભાઈ, સ્વ. દામજીભાઈ, સ્વ. કાનબાઈ ઉકુભાઈ કોચરા (વિંઢ),
સ્વ. માનબાઈ રામજીભાઈ કોચરા (વિંઢ), વાલબાઈ શામજીભાઈ
માંગલિયા (દેવપુરગઢ)ના ભાઈ, સ્વ. વેલજી માલશીભાઈ ડુંગરખિયા (માપર)ના
જમાઈ, વનિતાબેન, ગીતાબેન, નીતાબેન, પ્રકાશ, પરેશ,
મહેશના મોટાબાપા, ગાવિંદ, ગીતાબેન, લખન, મોહન, સ્વ. મગનભાઈ, સ્વ. ચાંપશીભાઈ, શાંતિલાલ
માંગલિયા (દેવપુરગઢ હાલે માધાપર), સ્વ. અર્જુનના મામા,
સ્વ. મંગલભાઈ અને લાલજીભાઈ (માપર)ના બનેવી, ડાઈબેન
અને સવિતાબેનના સસરા, વીર, હિત,
જીત, ભાવના, રવિના,
પ્રતીકાના દાદા તા. 25-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઈ છે. બેસણું નિવાસસ્થાન
મહેશ્વરીવાસ, ખારૂઆ (તા. અબડાસા) ખાતે.
જખૌ (તા. અબડાસા) : સૈયદ અધાબાવા હાજીછા (ઉ.વ. 65) તે મ. સૈયદ બુઢાબાવા હાજીછા, સૈયદ કાસમછા હૈદરછા (ખોંભડી), સૈયદ નસીબછા જુસબછા (ખોંભડી)ના ભાઈ, સૈયદ કાસમછા,
સૈયદ અનવરછાના કાકા, સૈયદ આમદછા ઓસમાણછા (ખોંભડી)ના
બનેવી, સૈયદ રઝામામદ શાહનવાઝ (ટોડિયા), સૈયદ ઇમામછા ખેરછા (ટોડિયા)ના મામા, સૈયદ જલાલછા મામદછા
(ખોંભડી)ના ભાણેજ તા. 25-6-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-6-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, જખૌ ખાતે. (ન્યાજ સાથે)