વડાપ્રધાન દ્વારા 2025માં શરૂ કરાયેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના 10 વર્ષ પૂર્ણ થયાના અવસરે વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ આ યોજનાના લાભાર્થીઓ સાથે સીધા સંવાદમાં તેમણે કહ્યું કે, મુદ્રા લોનના લાભાર્થી લોકોને રોજગાર મળવા જોઈએ.
મુદ્રા યોજના ક્રાંતિ લાવવાનું કામ કરી રહી છે અને લોકોને મદદ મળે છે. મુદ્રા યોજના
એક મોટી સિદ્ધિ છે. વીતેલાં 10 વર્ષમાં આ યોજના અંતર્ગત બાવન કરોડથી વધુ લોકોને 32 લાખ કરોડ રૂપિયાથી અધિક રકમની
લોન મળી છે. મુદ્રા યોજનાના લાભાર્થીઓમાં 70 ટકા મહિલાઓ છે. આ યોજના મહિલાઓને ઉદ્યમશીલ બનાવવાની સાથે તેઓને
આર્થિક રીતે સશક્ત બનાવે છે. આ યોજના અંતર્ગત લોન લેનારાઓમાં 50 ટકાથી વધુ અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગ છે. નાના વ્યવસાયોને આર્થિક
સહાય કરવામાં આવે છે, જેથી માની શકાય કે, મોટા ભાગના લોકોને સ્થાનિક સ્તર પર કામ મળ્યું હશે અને સ્થળાંતર થવાનો ભય ટળ્યો
હશે.`મુદ્રા'
આ ફક્ત આર્થિક યોજના સાથે રાજકીય દૃષ્ટિકોણથી પણ મહત્ત્વપૂર્ણ છે. ભાજપે
મહિલાઓને પગભર થવા સહાય કરી છે, મુદ્રા યોજના મહિલા સશક્તિકરણ
માટે એક આદર્શ મોડલ બન્યું છે. આર્થિક મદદની સાથે જ આત્મવિશ્વાસ આપનારી આ યોજના મહિલા
સશક્તિકરણના નવા વર્ષની દુંદુભિ ઠરી છે. સશક્ત ભારતનો આર્થિક પાયો રચનારી યોજના પણ
કહી શકાય. મુદ્રા યોજનાથી લાખો સામાન્ય નાગરિકોને લોન મળી અને આ લોન તેઓએ સમયસર પાછી
વાળી છે. એટલે જ બધી યોજનાઓમાંની આ યોજનામાં `એનપીએ'
સૌથી ઓછું છે, એમ વડાપ્રધાન મોદીએ કહ્યું છે. આ
વિશ્વાસે યોજનાનો આશય અને યશ, બંને વ્યક્ત કર્યો છે. યોજનાના
લાભાર્થીઓમાં ફેરિયા, ખેડૂતોના કુટુંબના યુવક, મહિલા બચત જૂથના સભ્ય, શહેરની નાની દુકાનદાર મહિલા તથા
શ્રમિક વર્ગનો આમાં સમાવેશ થાય છે, તેઓને ઓછામાં ઓછા દસ્તાવેજથી
લોન ઉપલબ્ધ કરાવાય તે આ યોજનાની વિશિષ્ટતા છે. વ્યવસાય શરૂ થયા પછી તેમાંથી લોન પાછી
વાળવાનું શક્ય બન્યું છે. મહિલાઓને મળેલી લોન આત્મસન્માન અપાવનારી ઠરી છે. `પ્રધાનમંત્રી મુદ્રા યોજના' એ આધુનિક ભારતના આર્થિક સામાજિક પરિવર્તનની
હોવાથી અર્થતંત્રના તળિયામાંની વ્યક્તિને આધાર આપે છે, તેઓને
મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ `મુદ્રા' કરે છે.
લોન એ જવાબદારીની તક હોય એમ આ યોજનાએ દાખવ્યું છે. ઉદ્યોજકોનો આ પ્રવાહ જ્યાં સુધી
નવા રોજગાર નિર્માણને ગતિ તો આપે જ છે. આ ઉપરાંત, તે ફક્ત આર્થિક
ઉપાય નહીં રહેતાં સામાજિક સમતાનો આર્થિક સમાવેશનનો અને આત્મનિર્ભરતાનો આધારસ્તંભ છે.