• શનિવાર, 19 એપ્રિલ, 2025

રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા બોર્ડ માત્ર કાગળ પર

નવી દિલ્હી, તા.17 : રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા બોર્ડ માત્ર કાગળ પર સીમિત હોવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતોમાં હતાહત લોકોને સમયસર સારવાર અને વળતર ન મળવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમે કહ્યું કે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા બોર્ડ માત્ર કાગળો સુધી સીમિત રહી ગયું છે. અત્યાર સુધી તેના પ્રમુખ અને સદસ્યોની નિયુક્તિ પણ થઈ નથી. સરકારની ઉદાસીનતા અંગે બીજો મુદ્દો એ પણ છે કે બોર્ડની ભલામણોને લાગુ કરવાની પ્રક્રિયા શું હશે ? તે હજુ સુધી સ્પષ્ટ નથી. સુપ્રીમની આવી ટિપ્પણી પર સરકાર તરફથી અધિક સોલિસિટર જનરલે કહયું કે આ પદોને ભરવાની જાહેરખબર ર019માં બહાર પાડવામાં આવી હતી. નિયુક્તિઓને મંત્રીમંડળીય નિયુક્ત સમિતિ દ્વારા મંજૂરી આપવાની હતી પરંતુ અત્યાર સુધી કોઈ લાયક ઉમેદવાર મળ્યા નથી. હિટ એન્ડ રન દુર્ઘટનાઓ પર જાહેરહિતની અરજી પર સુનાવણી કરતાં સરકારોના વલણથી નારાજ સુપ્રીમ કોર્ટે કહયુ કે આ એક મહત્ત્વનો મુદ્દો છે. જેને અરજદારોએ ઉઠાવ્યો છે. દેશમાં વિવિધ કારણોથી માર્ગ અકસ્માત થતાં રહે છે. માર્ગ અકસ્માત પીડિતોને તુરંત મદદ નથી મળતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd