ભુજ, તા. 18 : બહેને પ્રેમ લગ્ન કર્યા હોવાથી
તે મંજૂર ન હોતાં તે વાતનું મનદુ:ખ રાખી તાલુકાના ઝુરા ગામે છરીથી હુમલો કરાયો હોવાનો
બનાવ માધાપર પોલીસ ચોપડે નોંધાયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, ફરિયાદી વિનોદ ભીમજીભાઈ મહેશ્વરી પોતાના ઘરે
હતા ત્યારે આરોપી કિશોર વાલજીભાઈ મહેશ્વરી અને કાર્તિક જયેશભાઈ સુંઢાએ ત્યાં જઈ ઝઘડો
કરવા સાથે ગાળાગાળી કરી હતી. દરમિયાન, કાર્તિકે ફરિયાદીને પકડી
રાખતાં આરોપી કિશોરે તેના પેટના જમણા ભાગે છરી મારી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી
નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.