અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : પરિવહનને
પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે 31 માર્ચ, 2026 સુધી સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક
વાહનો પર પાંચ ટકા ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આનાથી ટેક્સ દર ઘટીને માત્ર એક ટકો
થઈ ગયો છે. નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા
તેમના ઈલેક્ટ્રિક વાહનોની ઓનલાઇન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે
છે. આ ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે
વર્ષ 2025-26નાં બજેટમાં આ ટેક્સ ઘટાડા
અંગે જાહેરાત કરી હતી. જેને હવે લાગુ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ
કરીને ઈલેક્ટ્રિક વાહનો પર ટેક્સ છૂટની જાહેરાતની માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે,
ગુજરાત સરકારે 31 માર્ચ, 2026 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક
વાહનો પર પાંચ ટકા ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આનાથી ટેક્સ દર ઘટીને માત્ર એક ટકો
થઈ ગયો છે. નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા
તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે
છે. નોંધનીય છે કે, ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વ્હિકલને પ્રોત્સાહન
આપવા અને પ્રદૂષણને ઘટાડવા માટે ટુ વ્હીલર પર 20 હજારની સબસિડી આપતી હતી, જ્યારે 15 લાખથી ઓછી કિંમતની ફોર વ્હીલર
પર 1.50 લાખ રૂપિયાની સબસિડી આવતી હતી.
જેને બંધ કરી દેવામાં આવતાં ઇલેક્ટ્રિક વાહનોનાં વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે.