• શનિવાર, 19 એપ્રિલ, 2025

પાકને પીઓકે ખાલી કરવું પડશે

ઇસ્લામાબાદ, તા. 17 : પાકિસ્તાને પાછો કાશ્મીરી રાગ આલાપતાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પાક સૈન્ય પ્રમુખ જનરલ અસીમ મુનીરે કહ્યું હતું કે, કાશ્મીર ઇસ્લામાબાદના ગળાની નસ છે અને રહેશે. ભારતના વિદેશ મંત્રાલયે આકરાં વલણ સાથે જડબાંતોડ જવાબ આપતાં કહ્યું હતું કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, પાકિસ્તાને પણ કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) ખાલી કરવું પડશે. પાકિસ્તાન કાશ્મીરના લોકોનું સમર્થન કરતું રહેશે. ભારતની 13 લાખની સેના પાકને ડરાવી ન શકી, તો કેટલાક આતંકવાદીઓ શું બગાડી લેશે, તેવું જનરલ મુનીરે કહ્યું હતું. પાક સેનાના વડાનાં આવાં આક્રમક વલણથી ભારત-પાકિસ્તાન વચ્ચે પહેલાંથી પ્રવર્તતી તાણ વધુ વકરી શકે છે. બંને દેશના સંબંધોમાં કાશ્મીર એક સંવેદનશીલ અને વિવાદાસ્પદ વિષય રહ્યો છે, ત્યારે આવી વિવાદાસર્જક નિવેદનબાજી કાશ્મીરના ઐતિહાસિક વિવાદને શાંતિથી ઉકેલવાના પ્રયાસોમાં વિઘ્ન સર્જી શકે છે. ભારતે 2019માં કાશ્મીરમાંથી કલમ 370 અને 35-એ દૂર કરી દીધા બાદ પાકનું પેટ દુ:ખતાં ઘણા પગ-માથા પછાડયા હતા. જો કે, ભારતે સ્પષ્ટ કહી દીધું હતું કે, કાશ્મીર અમારો આંતરિક મામલો છે, પાકિસ્તાન તેમાં માથું ન મારે. આવી ચેતવણી છતાં આતંકપરસ્ત દેશે વૈશ્વિક મંચો પર વારંવાર કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, પરંતુ દર વખતે હારવું પડયું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd