• શનિવાર, 19 એપ્રિલ, 2025

ઘરમાં હાર્યું બેંગ્લોર, પંજાબની પાંચ વિકેટે જીત

બેંગ્લોર, તા. 18 : વરસાદના વિઘ્નનાં કારણે ટૂંકાવીને 14-14 ઓવરની કરી દેવાયેલી મેચમાં પંજાબ કિંગ્સે પાંચ વિકેટે વિજય મેળવતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ઘરઆંગણે હાર ખમવી પડી હતી. બેંગ્લોરે આપેલું 96 રનનું લક્ષ્ય પંજાબે 11 દડા બાકી હતા, ત્યારે જ આંબી લીધું હતું. પંજાબને 19 દડામાં ત્રણ ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે અણનમ 33 રન ફટકારી નેહલ વાઢેરા જીત ભણી દોરી ગયો હતો. બેંગ્લોરની જેમ જ પંજાબની વિકટો પણ દાવના પ્રારંભથી જ ટપોટપ પડવા માંડી હતી. 53 રનમાં ચાર વિકેટ પડી ગઈ હતી. મેચ રસાકસી ભરી બનવાની શક્યતાનો અંત આવતાં મુકાબલો એકતરફી કરવામાં નેહલે સફળતા મેળવી હતી. છેલ્લી ઘડીએ રમવા ઉતરેલા માર્કસ સ્ટોઈનીસે બે દડામાં એક છગ્ગા સાથે સાત રન કર્યા હતા. બેંગ્લોર વતી જોશ હેઝલવૂડે ત્રણ વિકેટ લીધી હતી. અગાઉ, બેંગ્લોરે ટિમ ડેવિડની અણનમ અર્ધસદીની મદદથી 14 ઓવરમાં નવ વિકેટે 95 રન કર્યા હતા. સુકાની રજત પાટીદારે 18 દડામાં એક ચોગ્ગા, એક છગ્ગા સાથે 23 રન કર્યા હતા. ડેવિડે સ્કોરબોર્ડને ગતિ આપવાના પ્રયાસ કરતાં 26 દડામાં પાંચ ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 50 રન કર્યા હતા. અડધોઅડધ ટીમ માત્ર 33 રનના સ્કોરમાં પેવેલિયનમાં બેસી ગઈ હતી. વિરાટ કોહલી માત્ર એક રન કરી અર્શદીપના દડામાં યાનસનને કેચ આપી વિકેટ ખોઈ બેઠો હતો.  ટિમ ડેવિડ, રજતને બાદ કરતાં ફીલ સોલ્ટ સહિત તમામ ખેલાડી 10 રનનો સ્કોર પણ પાર કરી શક્યા નહોતા. અર્શદીપ, યાનસન, ચહલ અને હરપ્રીતે બે-બે વિકેટ લીધી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd