• શનિવાર, 27 જુલાઈ, 2024

રાષ્ટ્રીય કક્ષાની પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં કચ્છને ફાળે ત્રણ સુવર્ણચંદ્રક

ગાંધીધામ, તા. 18 : ઈન્ડિયા પાવરલિફ્ટિંગ ફેડરેશન દ્વારા જમ્મુ કાશ્મીર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં ગાંધીધામની યુવતી અને મહિલાએ રાષ્ટ્રીય સ્તરે જુદા જુદા વજનના જુથમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી કચ્છ અને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. જમ્મુ ખાતે 48મી મેન અને 40મી વૂમન સીનીયર નેશનલ પાવરલિફ્ટ ચેમ્પીયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગાંધીધામની વંદના કૌલે 85 કિલોથી વધુના વયજુથમાં ઓપન વિભાગમાં 6 સ્પર્ધકો વચ્ચે જંગ જામ્યો હતો. ગાંધીધામની વંદના કૌલે ડેડ લિફટમાં અને બેન્ચ પ્રેસમાં પ્રથમ ક્રમ હાંસલ કરી બે સુવર્ણ ચંદ્રક મેળવ્યા હતા. 85 કિલોથી વધુના વિભાગમાં સુવર્ણ હાંસલ કરનાર તેઓ કચ્છના પ્રથમ મહિલા છે. તેમણે જાન્યુઆરી મહિનાથી પાવરલિફ્ટિંગ શરૂ કર્યું હતું અને એક વખત જિલ્લા કક્ષાએઁ અને ચાર વખત રાજય  કક્ષાએ તેણી ચેમ્પીયન બન્યાં હતાં. આ ઉપરાંત આ જ સ્પર્ધામાં ગાંધીધામની યુવતી શિવાંગી પુરનસિંગે 63 થી 72 કિલોના  વિભાગમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. તેણીના આ વિભાગમાં ચાર ખેલાડી વચ્ચે જંગ ખેલાયો હતો. જમ્મુના સાંસદ અને ફેડરેશનના પદાધિકારીઓના હસ્તે બન્ને વિજેતા ખેલાડીઓને સન્માનીત કરાયા હતા. આ સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત હરીયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ સહિતના રાજયોના 250 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang