• મંગળવાર, 08 જુલાઈ, 2025

હું પાક. સેનાનો એજન્ટ : રાણા

નવી દિલ્હી, તા. 7 : મુંબઈમાં થયેલા 26-11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાએ સનસનીખેજ ખુલાસા કર્યા છે. અહેવાલ છે કે તહવ્વુર રાણાએ કબુલ્યું છે કે પોતે પાકિસ્તાની સેનાનો એજન્ટ હતો અને મુંબઈ હુમલામાં સામેલ હતો. આ મામલે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. સૂત્રો અનુસાર રાણાએ ખુલાસો કર્યો છે કે તેણે ડેવિડ હેડલી સાથે પાકિસ્તાનના લશ્કર એ તોયબાના અલગ અલગ તાલીમસત્રમાં ભાગ લીધો હતો અને તૈયબાના જાસૂસી નેટવર્ક તરીકે કામ કર્યું હતું. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે રાણાએ માન્યું હતું કે આતંકી હુમલા સમયે તે મુંબઈમાં જ હતો અને આતંકવાદી કાવતરાંમાં સામેલ હતો. તેણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જેવી જગ્યાઓનું નિરીક્ષણ કર્યું હતું. ખલીજ યુદ્ધના સમયે પાકિસ્તાની સેનાએ રાણાને સાઉદી અરબ પણ મોકલ્યો હતો.

Panchang

dd