• મંગળવાર, 08 જુલાઈ, 2025

સુપર યુનાઇટેડ રેપિડ એન્ડ બ્લિટજ ટૂર્નામેન્ટમાં કાર્લસન વિજેતા

જગારેબ (ક્રોએશિયા), તા. 7 : દુનિયાનો નંબર એક શતરંજ ખેલાડી નોર્વેનો મેગ્નસ કાર્લસલ એક રાઉન્ડ બાકી રહેતા સુપર યૂનાઇટેડ રેપિડ એન્ડ બ્લિટજ ચેસ ટૂર્નામેન્ટમાં ઓવરઓલ વિજેતા જાહેર થયો છે. તેણે બ્લિટજ વિભાગમાં દબદબો બનાવી ચેમ્પિયનશિપ મેળવી હતી. ભારતનો ડી. ગુકેશ ત્રીજા સ્થાને રહ્યો છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે આ ટૂર્નામેન્ટના રેપિડ વિભાગમાં ગુકેશ પહેલા સ્થાને રહ્યો હતો, પરંતુ બ્લિટજ વિભાગમાં તે સારો દેખાવ કરી શક્યો ન હતો. કાર્લસને બન્ને વિભાગમાં કુલ 22.પ અંક સાથે ટૂર્નામેન્ટનું સમાપન કર્યું હતું. આથી તે ઓવરઓલ સુપર યૂનાઇટેડ ચેસ ટૂર્નામેન્ટનો વિજેતા ખેલાડી જાહેર થયો હતો. અમેરિકાનો ગ્રાંડમાસ્ટર વેસ્લી સો બીજા સ્થાને રહ્યો હતો. ગુકેશના બન્ને વિભાગના મળી કુલ 19.પ પોઇન્ટ થયા હતા. આથી તેનું ઓવરઓલ ત્રીજું સ્થાન મળ્યું હતું. ભારતનો આર. પ્રજ્ઞાનાનંદ 1પ અંક સાથે નવમા ક્રમે રહ્યો હતો.

Panchang

dd