સેંટ જોર્જ, તા. 7 : વેસ્ટ
ઇન્ડિઝ વિરુદ્ધની બીજી ટેસ્ટમાં 133 રનની જીતથી ઓસ્ટ્રેલિયાએ ત્રણ
મેચની ટેસ્ટ શ્રેણી 2-0ની અતૂટ સરસાઇથી કબજે કરી છે. 277 રનના
વિજય લક્ષ્યાંક સામે વિન્ડિઝ ટીમનો બીજા દાવમાં 143 રનમાં ધબડકો થયો હતો. પહેલા
દાવમાં 63 અને બીજા દાવમાં 30 રનની ઇનિંગ્સ રમનાર કાંગારૂ
વિકેટકીપર એલેકસ કેરી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. બીજા દાવમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી
કેપ્ટન રોસ્ટન ચેજે 34 રનની સર્વાધિક ઇનિંગ્સ રમી હતી.
પૂંછડિયા ખેલાડી શમાર જોસફે 24 રન કર્યાં હતા, જ્યારે ઓસ્ટ્રેલિયા
તરફથી મિચેલ સ્ટાર્ક અને નાથન લિયોને 3-3 વિકેટ લીધી હતી. હેઝલવૂડને 2 અને
કપ્તાન કમિન્સને 1 વિકેટ મળી હતી. આ પહેલાં મેચના ચોથા દિવસની સવારે
ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 243 રને સમાપ્ત થયો હતો. સ્મિથના 71 અને
ગ્રીનના પ2 રન મુખ્ય હતા. કેરેબિયન ફાસ્ટ બોલર શમાર જોસફને 4 વિકેટ
મળી હતી.