ગાંધીધામ, તા. 7 : શહેરના
મહેશ્વરીનગર નજીક આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોલીસે જુગારનો બીજો દરોડો પાડી આઠ શખ્સોની
અટક કરી રોકડ રૂા. 20,710 જપ્ત કર્યા
હતા. સ્થાનિક પોલીસ દ્વારા કરાયેલી આ કાર્યવાહીમાં છોટેલાલ રામભજન રાજપૂત, પ્રેમસિંઘ વીરસિંઘ, ઉદયસિંહ પ્રિતસિંહ, રામવિલાસ નતીલાલ માહોર, મનોજકુમાર પ્રભુદયાળ,
રમેશસિંહ ઉત્તમસિંહ કરોલિયા, પંકજ રામવીર કુશ્વાહ
અને સંતોષ દોલીરામ માહોરને પકડી પાડવામાં આવ્યા હતા. જાનવી રાઉન્ડ નામની દુકાનવાળી
શેરીમાં જુગાર ખેલતા અને પોલીસના હાથે પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 20,710 જપ્ત કરાયા હતા. કોઈ પાસે મોબાઈલ કે વાહનો મળ્યા નહોતા.