• મંગળવાર, 08 જુલાઈ, 2025

ગઢશીશા વિસ્તારની નદીઓ વહી, પાપડી તૂટી

જિજ્ઞેશ આચાર્ય દ્વારા : ગઢશીશા, તા. 7 : માંડવી તાલુકાના ગઢશીશા પંથક પર મેઘરાજાએ ખૂબ જ મીઠી મહેર વરસાવી ખેતીવાડી અને પશુપાલન પર મુખ્યત્વે આધારિત આ પંથકને દુષ્કાળમુકત કર્યો છે અને રવિવાર સાંજથી સોમવાર સવાર સુધીમાં અંદાજિત છ ઇંચથી પણ વધારે વરસાદ વરસતાં તમામ નદીઓ પાલર પાણીથી લહેરાઇ હતી, તો તમામ નાનાં-મોટાં જળાશયો પણ ઓગની ચૂકયા છે. ખોરોડ ડેમ છલકયો રાજપર-ગઢશીશા વચ્ચેની સોનાપરવાળી નદી ઉપરવાસમાં સારા વરસાદનાં કારણે બે કાંઠે વહેતાં હજારો એકર કપિત જમીન માટે ઉપયોગી અને વિપુલ જળરાશિ સંગ્રહ કરતા `ખારોડ ડેમ' ઓગની જતાં લોકોની ખુશી સમાતી નથી. રસ્તા ધોવાયા ગઢશીશાથી રાજપર વચ્ચેના માર્ગ પરની પાપડી, હમલા મંજલ પાસે પાપડી, પોલડિયા-કોટડી મહાદેવપુરી વચ્ચે પાપડી, કોટડા-રોહાથી નરેડી વચ્ચેની પાપડી અતિશય ભારે વરસાદનાં કારણે ધોવાતાં સંપર્કો તૂટયા હતા, તો અબડાસા તાલુકાના રાયધણઝર અને મંજલ વચ્ચે રસ્તો ધોવાતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રાજપરથી સરપંચ છગનભાઇ પરમાર, ભેરૈયાથી કલ્યાણજીભાઇ પારસિયા, વિરાણી નાનીથી હરિલાલ રામાણી, નાનાલાલભાઇ ભગત, ફિલોણથી સામત રબારી, આસરાણીથી નવીનભાઇ સંગાર, દુજાપરથી નારાણભાઇ ચૌહાણ, વડવા કાંયાથી ભાવસંગજી જાડેજા, વિક્રમસિંહ જાડેજા, દેવપરગઢથી પનુભાઇ રબારી, કોટડા રોહાથી અલ્તાફભાઇ જત તથા સરપંચ ધનગવરીબેન ગોસ્વામી, રોહાથી સરપંચ નીતિનગિરિ ગોસ્વામી, રાયધણઝરથી રફીક હાલેપૌત્રા, કોટડી મહાદેવપુરીથી દીપકપુરી ગોસ્વામી, હેમચંદભાઇ શાહ તથા મહેશભાઇ જાડેજા, સરપંચ લીકેશ પરમાર, પોલડિયાથી ખુમાનસિંહ જાડેજા, મઉંથી પરમજિતસિંહ જાડેજા, શેરડીથી સરપંચ પરષોત્તમભાઇ મહેશ્વરી, સંદીપભાઇ જોશી, મોટી ભાડઇથી હરિદાસભાઇ ભાનુશાલી, હમલા મંજલથી વીરેન્દ્રસિંહ જાડેજા, ભાડઇ સરપંચ પ્રતિનિધિ લાખુભા બાપુ, વિનુભા જાડેજા, ગંગાપરથી રવજીભાઇ વાસાણી વિગેરેએ વરસાદના વાવડ આપી ખુશી વ્યક્ત કરી હતી. દૂર રહેવા અપીલ ગઢશીશાના યુવા અગ્રણીઓ રાજુભાઇ છાભૈયા, મણિલાલ રૂડાણી, પરેશ લીંબાણી, ભાવેશ સેંઘાણી, ભાવેશ રંગાણી, મહેન્દ્ર રંગાણી, ડો. નિર્મળસિંહ રાઠોડે ગઢશીશા વિસ્તારના જળાશયોની મુલાકાત લઇ લોકોને પાલર પાણીથી દૂર રહેવા સમજણ આપતા હતા.

Panchang

dd