બર્મિંગહામ, તા. 7 : બીજી
ટેસ્ટની હાર પછી ઇંગ્લેન્ડના કપ્તાન બેન સ્ટકોસે સ્વીકાર્યું કે, અમારા કરતાં ભારતીય ટીમે
દરેક વિભાગમાં ઘણો સારો દેખાવ કર્યો હતો. આ સાથે આકાશદીપને અવિશ્વસનીય બોલર
ગણાવ્યો અને તેના કૌશલની પ્રશંસા કરી હતી. સ્ટોકસે કહ્યંy હતું કે, આકાશદીપની બોલિંગે આ
મેચમાં નિર્ણાયક અંતર પેદા કર્યું. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે આકાશદીપે મેચમાં
કુલ 10 વિકેટ લીધી હતી. સ્ટોકસે કહ્યંy કે, ચોથા અને પાંચમા દિવસની
સવારે આકાશદીપે પીચમાં રહેલી તિરાડોનો સારો ફાયદો ઉઠાવ્યો હતો. દડાની દિશા
બદલાવાનું તેનું કૌશલ ગજબનું છે. તે સચોટ બોલિંગ કરે છે. પાંચમા દિવસે તેના દડામાં
હેરી બ્રુક આઉટ થયો તે દડામાં કોઇ બેટધર કાંઇ કરી શકે નહીં. તે અદ્ભુત દડો હતો.
કપ્તાન સ્ટોકસે વિકેટકીપર જેમી સ્મિથની પ્રશંસા કરી હતી. બીજી ઇનિંગ્સમાં તેને
સામે છેડેથી સાથ ન મળ્યો એટલે મેચમાંથી અમે બહાર થયા હત. જ્યારે ઇંગ્લેન્ડના કોચ
મેક્કયૂલમે સ્વીકાર્યું કે, ટોસ જીતી બોલિંગ પસંદ કરવાનો
અમારો નિર્ણય ખોટો સાબિત થયો હતો. અમે મેચના પાંચેય દિવસ બે નંબર પર રહ્યા હતા.
શુભમન ગિલનું શાનદાર પ્રદર્શન રહ્યંy. ભારતીય ટીમની જીતની હક્કદાર હતી.
કોચ મેક્કયુલમે લોર્ડસ ટેસ્ટમાં જોફ્રા આર્ચરની વાપસી થશે તેવો સંકેત આપ્યો હતો.