બર્મિગહામ, તા. 7 : ભારતીય
કપ્તાન શુભમન ગિલે બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામેની જીતનું શ્રેય આકાશદીપ અને
મોહમ્મદ સિરાજને આપ્યું હતું. આ બન્ને બોલરોએ ટીમના સ્ટ્રાઇક બોલર બુમરાહની
અનુપસ્થિતિમાં 17 વિકેટ લીધી હતી. આ તકે ભારતીય સુકાનીએ સ્પષ્ટતા કરી હતી કે, તા. 10મીથી
શરૂ થતી લોર્ડસ ટેસ્ટમાં બુમરાહ રમશે. મેચ બાદ ગિલે કહ્યંy હતું કે, આ બન્નેએ કપ્તાનના
રૂપમાં મારું કામ ઘણું સરળ કર્યું હતું. આકાશદીપે કુલ 10 અને
સિરાજે 7 વિકેટ લીધી હતી. કપ્તાન શુભમન ગિલે 336 રનની
વિક્રમી જીત બાદ ચેતેશ્વર પૂજારા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બુમરાહ આ મેચમાં ન હતો,
પણ અમારી પાસે એવા બે બોલર હતા જે 20 વિકેટ
લેવા સક્ષમ હતા. પહેલી મેચની હાર પછીની વાપસીનું શ્રેય કેપ્ટને બોલિંગ અને
ફિલ્ડિંગને આપ્યું હતું. ગિલે કહ્યંy હતું કે, આ પહેલાં પણ અમે ઘણીવાર
પહેલી મેચ ગુમાવ્યા પાછી સારી વાપસી કરી છે. જો અમે સતત 4પ0 આસપાસ
રન કરતા રહેશું, તો બોલરો અમને મેચમાં બનાવી રાખશે. ગિલે 269 અને 161 રનની
ઈનિંગ્સ રમી હતી. તેણે કહ્યંy હતું કે, અમને ખબર હતી કે,
આ પિચ પર પ00 આસપાસ સ્કોર કરશું, તો વિજયનો મોકો બની
રહેશે. દરેક મેચ હેડિંગ્લે જેવી નથી હોતી. પોતાના દેખાવ પર કપ્તાને કહ્યંy, મારા
યોગદાનથી શ્રેણી જીતવામાં સફળ રહેશું તો એ ઘણું સારું ગણાશે. ગિલે બીજી ટેસ્ટની
સપાટ પિચ અને ડયૂક બોલની ગુણવાતાની ટીકા કરી હતી.